VIDEO: ભારત આવવાની એટલી ખુશી કે ભાંગડા કરવા લાગ્યો ક્રિસ ગેલ
ગત વર્ષ સુધી રોયલ ચેલેજર્સ બેંગલુરૂ તરફતી રમનારા ક્રિસે ગેલને આઈપીએલ 2018માં તેની ટીમે રિટેઇન કર્યો ન હતો.
- 7 એપ્રિલથી થશે આઈપીએલ 2018નો પ્રારંભ
- પ્રથમ મેચ મુંબઈ-ચેન્નઈ વચ્ચે રમાશે
- અંતિમ મેચ મુંબઈના વાનખેડેમાં રમાશે
Trending Photos
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2018)ની 11મી સીઝનનો રોમાંચ એપ્રિલમાં ફરી એકવાર શરૂ થશે. આશરે બે મહિના ચાલનારા આઈપીએલની સીઝન 11ની પ્રથમ મેચમાં 7 એપ્રિલે અંતિમ વખતની ચેમ્પિયન ટીમ મુંબઇ ઈન્ડિયન્સની ટક્કર ચેન્નઈ સુપર કિંગ્સ સાથે થશે. આ પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ રોમાંચક સીઝનની ફાઇનલ 27 મેએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમો બે વર્ષના પ્રતિબંધ બાદ મેદાનમાં ઉતરી રહી છે. તમામ ટીમોએ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે.
વિદેશી ખેલાડી પણ આઈપીએલ માટે ભારત આવી રહ્યાં છે. આ કડીમાં આઈપીએલનો સિક્સર કિંગ ક્રિસ ગેલ પણ ભારત આવસે. ભારત આવવા અને આઈપીએલ માટે ક્રિસ ગેલ ખૂબ રોમાંચિત છે. આ વખતે ગેલ પંજાબ તરફથી રમશે. આ વખતે આઈપીએલની હરાજીમાં ત્રીજી વખત ગેલને પ્રીતિ ઝિંટાની ટીમે ખરીદ્યો હતો.
આ વખતે આઈપીએલ માટે ક્રિસ ગેલ ખૂબ એક્સાઇટેડ છે. તે ભારત આવશે અને તેની જાણકારી તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. ગેલે પોતાના ઈન્સટાગ્રામ એકાઉન્ડ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં ક્રિસ ગેલ પંજાબી ગીત પર ભાંગડા કરતો નજરે પડી રહ્યો છે. મહત્વનું છે કે કિંગ્સ ઇલેવન પંજાબ સાથે જોડાયા બાદ પંજાબી રંગમાં રંગાઇ ગયો છે. આ પહેલા પણ તેનો ભાંગડા કરતો વીડિયો વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં ક્રિસ ગેલ પંજાબી ગિત મુંડિયા પર ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે.
વીડિયોમાં તમે જોઇ શકો છો કે ક્રિસ ગેલ એક બોટ પર ઉભીને ડાન્સ કરી રહ્યો છે. પાછળથી એક વ્યક્તિ કિંગ્સ ઇલેવન પંજાબ બોલી રહ્યો છે.
કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ
યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, એરોન ફિન્ચ, અક્ષર પટેલ, કેએલ રાહુલ, એડ્રયૂ ટાઇ, ડેવિડ મિલર, માર્કસ સ્ટોઇનિસ, કરૂણ નાયર, મયંક અગ્રવાલ, મનોજ તિવારી, અક્ષદીપ નાથ, આર. અશ્વિન, મોહિત શર્મા, બરિંદર સરન, બેન ડ્વૌર્શુઇસ, અંકિત રાજપૂત, મયંક ડાંગર, પ્રદીપ સાહૂ, મંજૂર અહમદ ડાર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે