ટીમ ઈન્ડિયા સાથે ખુલ્લેઆમ અન્યાય...મેચ રેફરીએ પાકિસ્તાનને જીતાડ્યો ટોસ, જુઓ Video
India vs Pakistan toss Controversy : ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025ની મેચ માટે ટોસને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ટીમ ઈન્ડિયા સાથે અન્યાય થયો છે, કારણ કે મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.
Trending Photos
)
India vs Pakistan toss Controversy : કોલંબોમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા વર્લ્ડ કપ 2025 લીગ મેચ દરમિયાન મેચ રેફરીએ મોટી ભૂલ કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે, પરંતુ આ હાઇ-વોલ્ટેજ મેચમાં ટોસ દરમિયાન એક મોટી ભૂલ થઈ, જેને સુધારી શકાઈ નહીં. મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો અને ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર કઈ કરી પણ ના શકી. એક રીતે ટીમ ઇન્ડિયા ખુલ્લેઆમ અન્યાયનો ભોગ બની. આ વીડિયો કેમેરામાં પણ કેદ થયો છે.
પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો
ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામેની મેચમાં ટોસ ઉછાળ્યો, પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ કહ્યું "ટેલ્સ" આ પછી મેચ રેફરી શાન્ડ્રે ફ્રિટ્ઝ અને ટોસ પ્રેઝન્ટર મેલ જોન્સે કહ્યું "હેડ્સ ઈઝ ધ કોલ છે," અને હેડ્સ આવ્યો. આ રીતે તો ભારત ટોસ જીત્યું હતું, પરંતુ રેફરીએ પાકિસ્તાને ટોસ જીતાડ્યો. આ પછી પાકિસ્તાનની કેપ્ટનને સીધું પૂછવામાં આવ્યું કે તે શું કરવા માંગે છે અને સનાએ વિલંબ કર્યા વિના પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ વિડીયો સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તમે તેને જોઈ શકો છો.
It's time for some batting firepower ?
Pakistan win the toss and #TeamIndia will bat first! ?
Catch the LIVE action ➡ https://t.co/CdmEhf3jle#CWC25 ? #INDvPAK | LIVE NOW on Star Sports network & JioHotstar! pic.twitter.com/bqYyKrwFLt
— Star Sports (@StarSportsIndia) October 5, 2025
ક્રિકેટમાં આવી ભૂલો સામાન્ય રીતે થતી નથી. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ તેને અવગણી હતી. નહિંતર, તે પોતાનો અવાજ ઉઠાવી શકી હોત. શક્ય છે કે અવાજ અથવા અન્ય કોઈ કારણોસર, હરમનપ્રીત કૌરે ફાતિમા સનાનો કોલ સાંભળ્યો ના હોય, પરંતુ ટોસનું પરિણામ જાહેર કરવાની જવાબદારી મેચ રેફરી અને મેચ પ્રેઝન્ટરની છે. મેચ શરૂ થઈ ગઈ છે અને આનાથી વિવાદ વધુ વધી શકે છે. હાલ માટે ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે, કારણ કે પાકિસ્તાને ટોસ પછી બોલિંગ કરવાનું પસંદ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














