INDvsSA: વનડે શ્રેણી પહેલા દક્ષિણ આફ્રિકાને ઝટકો, ઈજાગ્રસ્ત ડીવિલિયર્સ બહાર

 INDvsSA: વનડે શ્રેણી પહેલા દક્ષિણ આફ્રિકાને ઝટકો, ઈજાગ્રસ્ત ડીવિલિયર્સ બહાર

જોહનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડિવિલિયર્સ ભારત સામેની 6 મેચોની વનડે શ્રેણીની પ્રથમ ત્રણ મેચ માટે ટીમમાંથી બહાર થઈ ગયો છે. ડીવિલિયર્સની આંગળીમાં ઈજા થઈ છે. એબીડીની જગ્યાએ ટીમમાં કોનો સમાવેશ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. આશા છે કે એબીડી અંતિમ ત્રણ વનડે માટે ફટી થઈ જશે. 

દક્ષિણ આફ્રિકા ક્રિકેટે એક પ્રેસ રિલીઝ જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું કે, ડીવિલિયર્સને ભારત સામેની ત્રીજી ટેસ્ટ દરમિયાન આંગળીમાં ઈજા થઈ હતી. તેને ફીટ થતા બે સપ્તાહનો સમય લાગશે. સીએસએની મેડિકલ ટીમ એબીડીની સારવાર કરી રહી છે, આશા છે કે ચોથી વનડે પહેલા તે ફીટ થઈ જશે. ચોથી વનડે 10 ફેબ્રુઆરીએ રમાશે. પસંદગીકારોએ હજુ સુધી તેના રિપ્લેશમેન્ટની જાહેરાત કરી નથી. 

ભારત સામેની પ્રથમ ત્રણ વનડે માટે આફ્રિકાની ટીમ આ પ્રકારે છે 

ફાફ ડૂ પ્લેસિસ (કેપ્ટન), હાશિમ અમલા, ડી કોક, જેપી ડ્યુમિની, ઇમરાન તાહિર, એડિન માર્કરમ, ડેવિડ મિલર, મોર્ને મોર્કલ, ક્રિસ મોરિસ, લુંગી એન્ગિડી, રબાડા, શમસી, જોંડો, એન્ડિલ ફેલલ્હુકવાયો 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news