ભારત મહિલા ટીમે ત્રીજી અને અંતિમ વડેના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી માત આપી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના આ ફોર્મેટમાં સતત 26 મેચોથી સતત ચાલી રહેલા જીતનો સિલસિલો અટકી ગયો છે. ભારતીય ટીમની જીતમાં ઓપનર યાસ્તિક ભાટિયા (64 રન) અને શેફાલી વર્મા (56 રન) ની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. ઓસ્ટ્રેલિયા ટીમની જીતનો આ સિલસિલો 2018માં શરૂ થયો હતો. ઓસ્ટ્રેલિયાઇ ટીમ પહેલાં બે મુકાબલામાં જીત નોંધાવી પહેલાં જ સીરીઝ પોતાના નામે કરી ચૂકી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

265 રનોના લક્ષ્યનો પીછો કરતાં ભારતીય ટીમને સ્મૃતિ મંઘાના (22) અને શેફાલી વર્માએ 59 રન ઉમેરીને ટીમ શાનદાર શરૂઆત અપાવી. એશલે ગાર્ડનરે એનાબેલ સદરલેંડના હાથમાં મંઘાનાને કેચ આઉટ કરાવીને ટીમને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ શેફાલી અને યાસ્તિકા વર્માએ બીજી વિકેટ માટે 101 રનોની ભાગીદારી કરી ભારતને મજબૂત સ્થિતિ અપાવી. જોકે ત્યારબાદ કંગારૂ ટીમે 49 રનોની અંદર પાંચ ખેલાડીઓને આઉટ કરી મેચમાં વાપસી કરી લીધી છે. 

Xiaomi લોન્ચ કરશે ગજબનો ફોન, ડિઝાઇન જોઇ તમે કહેશો- નજર લાગશે લાગી જશે કાળું ટપકું કરી લો


પછી સ્નેહ રાણા (30 રન) અને દીપ્તિ શર્મા (31) એ સાતમી વિકેટ માટે 33 રન ઉમેરીને ફરી એકવાર મેચમાં ભારતને મજબૂત સ્થિતિમાં મુકી દીધું. 243 ના સ્કોર પર દિપ્તી અને 259 રનોના સ્કઓર પર સ્નેહ રાણાના આઉટ થતાં મેચ ખૂબ રોમાંચક મોડ પર આવી પહોંચી. અંતિમ ઓવરમાં ભારતને જીત માટે ચાર રનની જરૂર હતી. ઓવરમાં ત્રીજા બોલ પર ઝૂલન ગોસ્વામીએ ચોગ્ગો ફટકારી ભારતને યાદગાર જીત અપાવી હતી.  


ઓસ્ટ્રેલિયાઇ ઇનિંગની સ્થિતિ
મેજબાની ટીમે ત્રીજી અને અંતિમ મહિલા વનડેમાં 9 વિકેટ પર 264 રનનો પડકારપૂર્ણ સ્કોર રનનો પડકારજનક સ્કોર ઉભો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ એક સમયે 25મી ઓવરમાં ચાર વિકેટ પર 87 રન બનાવીને સંકટમાં હતી, પરંતુ એશલે ગાર્ડનર (67) અને ગત મેચમાં સદી ફટકારનાર બેથ મૂની (52) ની વચ્ચે 98 રનોની ભાગીદારીના લીધે વાપસી કરવામાં સફળ રહી. તાહલિયા મૈક્ગ્રાએ પણ 32 બોલમાં 47 રનોની તાબડતોડ ઇનિંગ રમી. 


ભારત માટે અનુભવી ફાસ્ટ બોલરો ઝૂલન ગોસ્વામીએ 37 રન આપીને 3, જ્યારે પૂજા વસ્ત્નાકરે 46 રન આપીને 3 વિકેટ ઝડપી. મૈકેમાં રમાયેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટીંગનો નિર્ણય કર્યો હતો. ટીમમાં વાપસી કરી રહેલ રશેલ હેન્સ (13) અને એલિસા હીલી (35) એ પહેલી વિકેટ માટે 8.1 ઓવરોમાં 41 રન ઉમેરી ટીમને સર્તક શરૂઆતી અપાવી. 

Xiaomi લોન્ચ કરશે ગજબનો ફોન, ડિઝાઇન જોઇ તમે કહેશો- નજર લાગશે લાગી જશે કાળું ટપકું કરી લો


બીજી વનડેમાં દિલ તોડનાર હાર બાદ ઝૂલને હેન્સને મિડ ઓફ પર કેચ કરાવીને ભારતને પહેલી સફળતા બતાવી. ચાર બોલ બાદ ઝૂલને કેપ્ટન મેગ લેનિંગ (0) ને પણ વિકેટકીપર ઋચા ઘોષના હાથે કરાવી દીધો. 


એલિસા ત્યારબાદ અરન આઉટ થઇ, જ્યારે પોજાએ એલિસ પૈરી (26) ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ચોથો આંચકો આપ્યો. ઓસ્ટ્રેલિયાની ટીમ જોકે ત્યારબાદ ગાર્ડનર અને મૂની બાદ ભાગીદારીના કારણે વાપસી કરવામાં સફળ રહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube