ગાળો આપી, મારપીટ કરી.... પૂર્વ ભારતીય ક્રિકેટર પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, માંગ્યુ 1 કરોડનું વળતર

Amit Mishra Wife Garima: પૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પારિવારિક વિવાદોમાં ફસાયો છે. અમિત મિશ્રા પર તેની પત્નીએ ગંભીર આરોપ લગાવ્યા છે.
 

ગાળો આપી, મારપીટ કરી.... પૂર્વ ભારતીય ક્રિકેટર પર પત્નીએ લગાવ્યા ગંભીર આરોપ, માંગ્યુ 1 કરોડનું વળતર

Cricketer Amit Mishra Wife Garima: પૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા પર તેની પત્ની ગરિમા મિશ્રાએ દહેજ માટે હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે. રિપોર્ટ અનુસાર, ગરિમાએ આરોપ લગાવ્યો છે કે તેને દહેજ માટે હેરાન કરવામાં આવી હતી. તેને 10 લાખ રૂપિયા અને એક કાર ચૂકવવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ સિવાય તેણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે અમિત મિશ્રાનું અન્ય મહિલાઓ સાથે અફેર છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમિત મિશ્રાની પત્નીએ તેના પર અને ક્રિકેટરના પરિવાર વિરુદ્ધ ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. આ સાથે ગરિમાએ 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

Add Zee News as a Preferred Source

ગરિમાએ આ કેસમાં આરોપી તરીકે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા અમિત મિશ્રા, તેના પિતા (શશિકાંત મિશ્રા), માતા (બીના મિશ્રા), સાળા અમર મિશ્રા, ભાભી રિતુ મિશ્રા અને ભાભી સ્વાતિ મિશ્રાનું નામ પણ રાખ્યું છે. તેણીનો આરોપ છે કે તેના સાસરિયાઓએ તેની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા અને કારની માંગણી કરી હતી.

ગાળો અને મારપીટનો લગાવ્યો આરોપ
રિપોર્ટ અનુસાર કોર્ટે આરોપીઓને નોટિસ ફટકારી છે. આગામી સુનાવણી 26 મેએ થશે. તેણે એક કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. ગરિમા અનુસાર સાસરી પક્ષના લોકોએ દહેજની માંગ પૂર્ણ ન થવા પર તેની વિદાય રોકી દીધી હતી. અઢી લાખ રૂપિયા આપ્યા બાદ વિદાય થઈ. તેણે જણાવ્યું કે સાસરીના લોકો તેને હેરાન કરતા હતા. અમિત પરિવારના કહેવામાં આવી ગયો અને તેની સાથે ગાળો આપી મારપીટ કરતો હતો. 

તેણે આરોપ લગાવ્યો કે જે પૈસા તે મોડલિંગથી કમાતી હતી તે અમિત છીનવી લેતો હતો. તેના અનુસાર અમિત મિશ્રા ઈન્સ્ટાગ્રામ પર અન્ય યુવતીઓ સાથે વાત કરતો હતો અને તેને છૂટાછેડાની ધમકી આપતો હતો.

અમિત મિશ્રાનું ક્રિકેટ કરિયર
42 વર્ષીય અમિત મિશ્રાએ ત્રણેય ફોર્મેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 ટી20 મેચ રમી છે. તેમાં તેણે ક્રમશઃ 76, 64 અને 16 વિકેટ લીધી છે. આ સિવાય મિશ્રાએ 162 આઈપીએલ મેચ રમી હતી, જેમાં 174 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રા આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ માટે રમી ચૂક્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news