ફિલ્મ કર્યા વગર ક્રિકેટર ઈરફાન પઠાણને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, મળ્યા આવા રિએક્શન

એક્ટર ઈરફાન ખાન અને ક્રિકેટર ઈરફાન પઠાણના નામોમાં સમાનતાને કારણે એક મેગેઝિને સોશિયલ મીડિયા પર મોટી ભૂલ કરી નાખી છે. 

Updated By: Jan 23, 2018, 04:09 PM IST
 ફિલ્મ કર્યા વગર ક્રિકેટર ઈરફાન પઠાણને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, મળ્યા આવા રિએક્શન
ક્રિકેટર ઈરફાન પઠાણે ટ્વીટર પર જીત્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ (PIC : TWITTER)

નવી દિલ્હીઃ ફિલ્મફેર 2018ના એવોર્ડની જાહેરાત થઈ ચુકી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન અને ફિલ્મમેકર કરણ જોહરે શો હોસ્ટ કર્યો અને એવોર્ડ શોમાં ઘણા સિતારાઓ સામેલ થયા. આ પ્રસંગે અક્ષય કુમાર, શાહરૂખ ખાન, રણવીર સિંહ જેવા અનેક સિતારોએ પરફોર્મ કર્યું અને દર્શકોનું મનોરંજન કર્યું હતું. બીજીતરફ વિદ્યા બાલન અને ઈરફાન ખાનને ફિલ્મફેયર 2018ના બેસ્ટ એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઈરફાન ખાનને તેની ફિલ્મ હિન્દી મિડિયમમાં શાનદાર અભિનય કરવા માટે આ એવોર્ડ મળ્યો. એવોર્ડ મળતા જ સોશિયલ મીડિયા પર તેની શુભેચ્છા આપવા લાઈન લાગી. આ વચ્ચે એક મોટી ભૂલ થઈ જેમાં ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે અજીબોગરીબ સ્થિતિનો સામનો કરવો પડ્યો. 

શનિવારે જ્યારે ઈરફાન પઠાણને ફિલ્મફેયર એવોર્ડમાં હિન્દી મિડિયમ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો પરંતુ એક્ટર ઈરફાન ખાન અને ક્રિકેટર ઈરફાન પઠાણના નામોમાં સમાનતાને કારણે એક મેગેઝિનથી સોશિયલ મીડિયામાં મોટી ભૂલ થઈ ગઈ.  
આ મેગેઝિને ઈરફાન ખાનને શુભેચ્છા આપતા એક ટ્વીટ કર્યું, તેમાં લખ્યું નિશ્ચિત રૂપે તે આ માટે યોગ્ય છે. પરંતુ આ ટ્વીટ કરતા મેગેઝિને એક મોટી ભૂલ કરી. તેણે આ ટ્વીટને ઈરફાન ખાનને ટેગ કરવાની જગ્યાએ ઈરફાન પઠાણને ટેગ કરી દીધું. 

 

 

આ વાત બધા જાણે છે કે ઈરફાન પઠાણ હાજર જવાબી છે, તેણે અહીં પણ મોકો હાથમાંથી જવા ન દીધો. મેગેઝિનના આ ટ્વીટ પર ઈરફાન પઠાણનું સેન્સ ઓફ હ્યુમર શાનદાર રહ્યું, ટ્વીટ પર તેણે લખ્યું, થેંક્યું એન્ડ સોરી, મેં આવું કશું કર્યું નથી તમે આ એવોર્ડને મારા ઘરે મોકલાવી શકો છો. 

 

 

 

 

 

 

 

 

 

તમને જણાવી દઈએ કે ઘરેલું ક્રિકેટમાં ઈરફાન પઠાણ વડોદરાની ટીમ તરફથી રમે છે. 2003માં જાહીર ખાનને ઈજા થતા ઈરફાન પઠાણે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું.