રિયાન પરાગ થશે સાઈડલાઈન... રવિન્દ્ર જાડેજાને મળશે RRની કેપ્ટનશીપ, જડ્ડુની ડિમાન્ડનો થયો ખુલાસો

CSK and RR Trade: IPL 2026ને લઈ માહોલ અત્યારથી જ ગરમાયો છે, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટ્રેડની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે બે દિવસ પહેલા રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે કે, આ ડીલ લગભગ નક્કી થઈ ગઈ છે અને રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ થઈ જશે. હવે, જાડેજાની ડિમાન્ડનો પણ ખુલાસો થયો છે.

રિયાન પરાગ થશે સાઈડલાઈન... રવિન્દ્ર જાડેજાને મળશે RRની કેપ્ટનશીપ, જડ્ડુની ડિમાન્ડનો થયો ખુલાસો

CSK and RR Trade: IPL 2026ને લઈ માહોલ અત્યારથી જ ગરમાયો છે, કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટ્રેડની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે બે દિવસ પહેલા રિપોર્ટ્સથી જાણવા મળ્યું છે કે, આ ડીલ લગભગ નક્કી થઈ ગઈ છે અને રવિન્દ્ર જાડેજા રાજસ્થાન રોયલ્સની ટીમમાં સામેલ થઈ જશે. હવે, જાડેજાની ડિમાન્ડનો પણ ખુલાસો થયો છે. IPL 2025માં સંજુ સેમસનના સ્થાને કેટલીક મેચોમાં રિયન પરાગને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે રાયન પરાગ સાઈડલાઈન થઈ શકે છે.

જાડેજાએ કરી છે આ ડિમાન્ડ 
રવિન્દ્ર જાડેજાને RRમાં સામેલ થયા બાદ કેપ્ટનશીપ સોંપવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ18 ક્રિકેટનેક્સ્ટના એક રિપોર્ટ અનુસાર, જાડેજાએ ઈઈ મેનેજમેન્ટ પાસેથી પોતાના ટ્રેડ હેઠળ કેપ્ટનશીપની માંગણી કરી છે, જેમાં સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવાનો પણ સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર, 37 વર્ષીય ભારતીય ઓલરાઉન્ડર આઈપીએલમાં પોતાના છેલ્લા કેટલાક વર્ષો કેપ્ટનશીપની વધારાની જવાબદારી સાથે વિતાવવા માંગે છે.

Add Zee News as a Preferred Source

CSKની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે જાડેજા
રવીન્દ્ર જાડેજા અગાઉ CSK માટે કેપ્ટન તરીકે રમી ચૂક્યો છે. 2022માં ધોનીએ પોતે તેમને કેપ્ટનશીપ સોંપી હતી, પરંતુ CSKની કેટલીક મેચોમાં સતત હાર બાદ, જાડેજાએ ધોનીને કેપ્ટનશીપ પાછી સોંપવાનો નિર્ણય કર્યો. જ્યારે RR પાસે જાડેજા ઉપરાંત અન્ય વિકલ્પો પર વિચારણા કરવા માટે છે, ત્યારે તેઓ ટીમમાં આંતરિક સ્થિરતા જાળવવા માટે જાડેજા જેવા નવા ચહેરાને પસંદ કરી શકે છે.

કેવું રહ્યું છે જાડેજાનું IPL કરિયર?
રવિન્દ્ર જાડેજાએ 186 મેચોમાં 143 વિકેટ લીધી અને 2198 રન બનાવ્યા છે. તેમજ 2018, 2021 અને 2023ના IPL ટાઇટલ જીત્યા છે. જાડેજા RRની ટીમમાં ખૂબ જ જરૂરી અનુભવ ઉમેરશે. આ ડીલની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. CSK સેમસનના બદલામાં રાજસ્થાનને સેમ કરનને પણ સોંપવાનો પ્લાન બનાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news