IPL 2025 વચ્ચે ગુજરાત ટાઈટન્સની ટીમમાં થઈ ખતરનાક ઓલરાઉન્ડરને એન્ટ્રી, ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ચાલી રહી છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી લગભગ દરેક ટીમોએ 6થી 7 મેચ રમી છે. આ વચ્ચે ગુજરાત ટાઈટન્સે ગ્લેન ફિલિપ્સના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.

IPL 2025 વચ્ચે ગુજરાત ટાઈટન્સની ટીમમાં થઈ ખતરનાક ઓલરાઉન્ડરને એન્ટ્રી, ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની અડધી સીઝન સમાપ્ત થવા આવી છે. અત્યાર સુધી ફેન્સને રોમાંચક મુકાબલા જોવા મળી રહ્યાં છે. આઈપીએલ 2025 વચ્ચે ગુજરાત ટાઈટન્સની ટીમમાં દાસુન શનાકાની એન્ટ્રી થઈ છે. તેને ઈજાગ્રસ્ત ગ્લેન ફિલિપ્સની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ગુજરાત ટાઈટન્સે 75 લાખ રૂપિયામાં શનાકાને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં તે અનશોલ્ડ રહ્યો હતો.

ફિલિપ્સની જગ્યા લેશે શનાકા
શાનદાર ફીલ્ડર ગ્લેન ફિલિપ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ફીલ્ડિંગ દરમિયાન ઈજા થઈ હતી. તે ઈશાન કિશને ફટકારેલા શોટને રોકવામાં પડી ગયો હતો અને તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. ઈજાને કારણે ફિલિપ્સ આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. વર્તમાન સીઝનમાં ફિલિપ્સને કોઈ મેચ રમવાની તક મળી નહોતી. 

ગુજરાત તરફથી રમી ચૂક્યો છે શનાકા
દાસુ શનાકા પહેલા પણ ગુજરાત ટાઈટન્સની ટીમમાં રહી ચૂક્યો છે અને આઈપીએલ 2023માં તેણે ત્રણ મેચ રમી હતી. હવે શનાકાને ગુજરાત ટાઈટન્સે ફરી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. દાસુન શનાકા એક અનુભવી ઓલરાઉન્ડર છે અને શ્રીલંકન ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. અત્યાર સુધી શનાકાએ 102 ટી20 મેચમાં 1456 રન ફટકાર્યા છે અને 33 વિકેટ લીધી છે.

Points Table માં બીજા સ્થાને છે ગુજરાત ટાઈટન્સની ટીમ
શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ટીમે 6 મેચમાં ચાર મેચ જીતી છે અને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news