Day-Night Test : સૌરવ ગાંગુલીને યાદ આવી ગઈ વર્લ્ડ કપ ફાઈનલ...

સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતિમ સત્રમાં જણાવ્યું કે, આ મેચ દરમિયાન વર્લ્ડ કપની ફાઈનલ જેવો અનુભવ થયો. સૌરવે જણાવ્યું કે, "તમે તમારી આજુ-બાજુમાં જૂઓ. (દર્શકોને દેખાડતા) શું તમે આવો નજારો ક્યારેય જોયો છે. તમે ક્યારેય અંતિમ ટેસ્ટ મેચમાં આટલા બધા દર્શકો જોયા છે? એવું લાગી રહ્યું છે જાણે કે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે."

Day-Night Test : સૌરવ ગાંગુલીને યાદ આવી ગઈ વર્લ્ડ કપ ફાઈનલ...

કોલકાતાઃ ભારતે ઈડન ગાર્ડન્સમાં પોતાની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમી હતી. આ મેચમાં ભારતે બાંગ્લાદેશને એક ઈનિંગ્સ સાથે પરાજય આપ્યો હતો. ડે-નાઈટ ટેસ્ટના આયોજનનું શ્રેય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને જાય છે. જો તે બોર્ડનો અધ્યક્ષ ન હોત તો ભારતીય ટીમ માટે ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કદાચ આટલું વહેલું શક્ય બન્યું ન હોત. ગાંગુલીનું આ સપનું હતું અને તેને સાકાર કરવા માટે તેણે તમામ પ્રયાસ કર્યા હતા. 

સૌરવ ગાંગુલીએ ટેસ્ટ મેચના બીજા દિવસના અંતિમ સત્રમાં જણાવ્યું કે, આ મેચ દરમિયાન વર્લ્ડ કપની ફાઈનલ જેવો અનુભવ થયો. સૌરવે જણાવ્યું કે, "તમે તમારી આજુ-બાજુમાં જૂઓ. (દર્શકોને દેખાડતા) શું તમે આવો નજારો ક્યારેય જોયો છે. તમે ક્યારેય અંતિમ ટેસ્ટ મેચમાં આટલા બધા દર્શકો જોયા છે? એવું લાગી રહ્યું છે જાણે કે વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી છે."

રાહુલ દ્રવિડને જ્યારે ડે-નાઈટ ટેસ્ટ રમવાનું પુછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તે આને રમવાનું જરૂર પસંદ કરતો. દ્રવિડની આ નિવેદન અંગે ગાંગુલીએ જણાવ્યું કે, "આ તેની મોટાઈ છે. તમારી ટીમનો સાથીદાર જ્યારે તમારી પ્રશંસા કરે છે ત્યારે ઘણો આનંદ થાય છે. દ્રવિડે આ વાત કરી તેનાથી હું ઘણો જ ખુશ છું."

શું ગાંગુલી ગુલાબી બોલના યુગમાં રહેવાનું મિસ કરે છે? ગાંગુલીએ સવાલનો જવાબ આપતા કહ્યું કે, 'આવું કહી શકાય નહીં, કેમ કે અમારા સમયમાં અમારી સાથે ઘણું બધું નવું થયું છે. અમે રમતા હતા ત્યારે ટી20 આવી અને હવે જુઓ તે કેટલી ફેમસ બની ગઈ છે. હવે આ ગુલાબી બોલની રમત આવી છે.'

સૌરવ ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યું કે, શું હવે અહીંથી ડે-નાઈટ ટેસ્ટનું ભવિષ્ય સુંદર બનશે? આ અંગે ગાંગુલીએ જણાવ્યું કે, ભવિષ્ય અંગે વાત કરવી ઉતાવળ કહેવાશે. અમે બધા ભેગા થઈને બેસીશું અને આગળ વધીશું. જરા વિચારો, તમારી પાસે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવી ટીમો છે અને તમે તેમની સાથે ગોલાબી બોલથી રમી રહ્યા છો. 

સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી અંગે કહ્યું કે, તે એક સારો બેટ્સમેન છે. તેણે સુંદર ઈનિંગ્સ રમી છે. હું મારા યુગના અનેક મહાન ખેલાડીઓ સાથે રમ્યો છું અને વિરાટ તેમની શ્રેણીમાં આવે છે. તે એક રન મશીન છે. 

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના સન્યાસ અંગે ગાંગુલીએ જણાવ્યું કે, આ મુદ્દે તે ધોની સાથે વાત કરવા માગે છે. હજુ સુધી ધોની સાથે ચર્ચા થઈ નથી. જોઈએ વાતચીત પછી ખબર પડશે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news