ડીન એલ્ગરે બનાવ્યા કમાલના રેકોર્ડ, ડેબ્યૂ ટેસ્ટમાં શૂન્ય પર થયો હતો આઉટ

એલ્ગરે જ્યારે 61મો રન બનાવ્યો તો તેણે ટેસ્ટમાં 3000 રન પુરા કર્યા. આ મુકામ પર પહોંચનારો તે દક્ષિણ આફ્રિકાનો13મો બેટ્સમેન છે. 

 

ડીન એલ્ગરે બનાવ્યા કમાલના રેકોર્ડ, ડેબ્યૂ ટેસ્ટમાં શૂન્ય પર થયો હતો આઉટ

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ મેચમાં આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન ડીન એલ્ગરે અણનમ 141 રનની ઈનિંગ રમીને એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેની આ ઈનિંગને કારણે આફ્રિકાએ 311 રન બનાવ્યા. આ સાથે ડીન એલ્ગરે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. એગ્લગે આ ઈનિંગ દરમિયાન 61મો રન કર્યો તો તેણે ટેસ્ટ મેચોમાં 3000 રન પુરા કર્યા. આ મુકામે પહોંચનારો તે આફ્રિકાનો 13મો બેટ્સમેન છે. 

આ સાથે ડીન એલ્ગરે દુનિયાના કેટલાક પસંદગીના ખેલાડીઓમાં સામેલ થઈ ગયો, જે પોતાની પ્રથમ ટેસ્ટની બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ ખૂબ સફળ રહ્યા અને સદી ફટકારી. તેમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન ગ્રેહામ ગૂચ પણ સામેલ છે. 

પ્રથમ ટેસ્ટની બંન્ને ઈનિંગમાં શૂન્ય પર આઉટ થયા બાદ 10થી વધુ સદી ફટકારનાર ખેલાડી
ખેલાડી             દેશ         સદી
ગ્રેહામ ગૂચ         ઈંગ્લેન્ડ       20
માર્વન અટાપટ્ટુ     શ્રીલંકા       16
સઇદ અનવર      પાકિસ્તાન    11
ડીન એગ્લગ        આફ્રિકા      11

— Cricket South Africa (@OfficialCSA) March 22, 2018

આ સાથે ડીન એલ્ગર ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં વિશ્વનો બીજો એવો બેટ્સમેન બની ગયો છે, જેણે ત્રણ વાર ઈનિંગમાં બેટ કેરી (પ્રથમ બોલ રમીને અંત સુધી અણનમ રહેવું) કર્યો છે. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન ડેસમંડ હેંસના નામે હતો. આમ તો ડીન એલ્ગર 53 રને રમી રહ્યો હતો ત્યારે નાથન લાયને તેનો કેચ છોડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news