કૃણાલ પંડ્યા સાથે વિવાદ બાદ Deepak Hooda એ છોડ્યો બરોડા ક્રિકેટ સંઘનો સાથ, હવે આ રાજ્ય તરફથી રમશે

સ્પોર્ટ્સ સ્ટારના અહેવાલ પ્રમાણે આગામી સીઝનમાં દીપક હુડ્ડા રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો જોવા મળશે. 

કૃણાલ પંડ્યા સાથે વિવાદ બાદ Deepak Hooda એ છોડ્યો બરોડા ક્રિકેટ સંઘનો સાથ, હવે આ રાજ્ય તરફથી રમશે

વડોદરાઃ Deepak Hooda quits Baroda Cricket Association: ક્રિકેટર દીપક હુડ્ડાએ લાંબા સમય સુધી બરોડા ક્રિકેટ એસોસિએશનની સાથે રમ્યા બાદ હવે રાજ્ય સંઘ સાથે પોતાનો નાતો તોડી નાખ્યો છે. આ વર્ષની શરૂઆતમાં દીપક હુડ્ડાનો ઘરેલુ ટૂર્નામેન્ટ દરમિયાન ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાની સાથે ઝગડો થઈ ગયો હતો. 

દીપક હુડ્ડા અધવચ્ચે ટૂર્નામેન્ટ છોડી જતો રહ્યો હતો. બાદમાં ક્રિકેટ એસોસિએશને તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. સ્પોર્ટ્સ સ્ટારના અહેવાલ પ્રમાણે આગામી સીઝનમાં દીપક હુડ્ડા રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતો જોવા મળશે. 

દીપક હુડ્ડાએ કહ્યુ- હું બરોડા ક્રિકેટનો સાથ છોડતા દુખી અનુભવ કરી રહ્યો છું. મેં મારી જીવન બરોડાની સાથે પસાર કર્યુ છે. મેં મારા કોચ અને મિત્રો સાથે વાત કરી. ત્યારબાદ હું આ નિષ્કર્ષ પર પહોંચ્યો કે મારા માટે યોગ્ય નિર્ણય હશે. 

હુડ્ડાના આ નિર્ણયથી પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ ખુબ દુખી છે. તેણે કહ્યું- કેટલા એવા રાજ્ય સંઘ હશે જે રાષ્ટ્રીય ટીમમાં રમવાના સંભવિત પોતાના ક્રિકેટરોને આ રીતે ગુમાવી ચુક્યા હશે. દીપક હુડ્ડાનું બરોડા ક્રિકેટ એસોસિએશન છોડવું એક મોટી ક્ષતિ છે. તે હજુ યુવા છે અને સરળતાથી આગામી 10 વર્ષ સુધી બરોડાને પોતાની સેવાઓ આપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news