ધોની રિવ્યુ સિસ્ટમ...માહીએ કહ્યું અને ઋતુરાજે લીધો DRS...ક્ષણભરમાં પલટાયો અમ્પાયરનો નિર્ણય

IPL 2025 CSK vs MI Dhoni Review System : ચેન્નાઈ સુપર કિંગ્સે જીત સાથે IPL 2025ની શરૂઆત કરી છે. CSKએ મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટ હરાવ્યું હતું. આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીને વિકેટ કીપિંગમાં કમાલ બતાવ્યો હતો.

ધોની રિવ્યુ સિસ્ટમ...માહીએ કહ્યું અને ઋતુરાજે લીધો DRS...ક્ષણભરમાં પલટાયો અમ્પાયરનો નિર્ણય

IPL 2025 CSK vs MI Dhoni Review System : ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સામે 'અલ ક્લાસિકો'માં જીત સાથે કરી હતી. ચેન્નાઈએ તેના હોમ ગ્રાઉન્ડ પર બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નૂર અહેમદ અને ખલીલ અહેમદે શાનદાર બોલિંગ કરી હતી જ્યારે રચિન રવિન્દ્ર અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડે બેટિંગમાં કમાલ કર્યો હતો. અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીને બેટથી કંઈ ખાસ કરવાનો મોકો ન મળ્યો, પરંતુ તેણે વિકેટ કીપિંગમાં કમાલ કરી બતાવ્યો.

સ્ટમ્પિંગ કરીને બધાને ચોંકાવ્યા 

ધોનીએ તેના ઝડપી સ્ટમ્પિંગ અને સટીક રિવ્યુથી ફરી એકવાર સાબિત કરી દીધું કે IPLમાં હજુ પણ તેના કરતા સારો વિકેટકીપર કોઈ નથી. આ 43 વર્ષના અનુભવીએ વિકેટ પાછળથી મેચને પલટી નાખી. તેણે 11મી ઓવરના ત્રીજા બોલ પર સ્ટમ્પિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા. નૂર અહેમદના બોલ પર સૂર્યકુમાર યાદવ ક્રિઝની આગળ ગયો. તે બોલ રમી શક્યો ન હતો અને ધોનીએ આ તક ગુમાવી ન હતી. તેણે સૂર્યાને 0.12 સેકન્ડમાં સ્ટમ્પ આઉટ કર્યો. આ જોઈને મેદાનમાં હાજર તમામ ખેલાડીઓ અને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ધોનીનું સચોટ અનુમાન 

ધોનીનો જાદુ 18મી ઓવરમાં પણ જોવા મળ્યો હતો. ચેન્નાઈના ફાસ્ટ બોલર નાથન એલિસે ઓવરના છેલ્લા બોલ પર મિશેલ સેન્ટનરને વિકેટની સામે ફસાવી દીધો હતો. બોલ સેન્ટનરના પેડ પર વાગ્યો અને એલિસની સાથે ધોનીએ અપીલ કરી. જોકે, અમ્પાયરે સેન્ટનરને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ જોઈને ધોનીએ તરત જ રુતુરાજ ગાયકવાડને રિવ્યુ લેવા કહ્યું. થર્ડ અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો. સેન્ટનરને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ધોનીનું અનુમાન ફરી એકવાર સાચું પડ્યું.

ધોનીનો કોલ માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. નિર્ણય બાદ એલિસે ધોનીને ગળે લગાવ્યો. કોમેન્ટ્રી કરી રહેલા આકાશ ચોપરાએ આ રિવ્યૂ સિસ્ટમને ધોની રિવ્યૂ સિસ્ટમ ગણાવી હતી.

મેચમાં શું થયું ?

મેચમાં ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 155 રન બનાવ્યા હતા. તેના માટે તિલક વર્માએ 31 રન, સૂર્યકુમાર યાદવે 29 રન અને દીપક ચહરે 28 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી નૂર અહેમદે 4 અને ખલીલ અહેમદે 3 વિકેટ ઝડપી હતી. જવાબમાં ચેન્નાઈએ 19.1 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રચિન રવિન્દ્રએ અણનમ 65 અને કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે 53 રન બનાવ્યા હતા. ચેન્નાઈની આગામી મેચ 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે થશે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 29 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news