કોલકાતા ટેસ્ટ પહેલા મોટો નિર્ણય... ધ્રુવ જુરેલની પ્લેઇંગ ઇલેવનમાં થશે એન્ટ્રી, આ ખેલાડીનું કપાશે પત્તુ !
ફોર્મમાં ચાલી રહેલા ધ્રુવ જુરેલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને બહાર રાખવામાં આવી શકે છે. તાજેતરમાં જુરેલે દક્ષિણ આફ્રિકા A સામે બે સદી ફટકારી, પોતાનો દાવો મજબૂત કર્યો છે.
Trending Photos
)
ફોર્મમાં ચાલી રહેલા 24 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે, જ્યારે ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી બહાર થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે બુધવારે આ જાણકારી આપી હતી.
રાયન ટેન ડોશેટે શુક્રવારે કોલકાતામાં પ્રથમ ટેસ્ટ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ટીમ કોમ્બિનેશન અંગે અમારી પાસે હવે ઘણી સ્પષ્ટતા છે. છેલ્લા છ મહિનામાં ધ્રુવના પ્રદર્શનને જોતાં - ખાસ કરીને ગયા અઠવાડિયે બેંગલુરુમાં દક્ષિણ આફ્રિકા એ સામે તેની બે સદી - તે ચોક્કસપણે આ અઠવાડિયે રમવાનો છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "અમારી પ્રાથમિકતા મેચ જીતવાની રણનીતિ વિકસાવવાની છે. નીતિશ અંગે અમારી સ્થિતિ બદલાઈ નથી. તેને ઓસ્ટ્રેલિયામાં રમવા માટે વધુ સમય મળ્યો નથી. પરંતુ આ શ્રેણીના મહત્વ અને પરિસ્થિતિઓને જોતાં, શક્ય છે કે તે આ અઠવાડિયે પ્રથમ ટેસ્ટમાં નહીં રમે."
પહેલેથી જ માનવામાં આવતું હતું કે જુરેલને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવશે, કારણ કે વિકેટકીપિંગ રિષભ પંત સંભાળશે, જે ફિટ થઈ ગયો છે. જુરેલ આ સ્થાનિક સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેના તાજેતરના ફર્સ્ટ ક્લાસ સ્કોરમાં 140, 1 અને 56, 125, 44 અને 6, 132 અને 127 અણનમ છે.
છેલ્લી આઠ ઇનિંગ્સમાં ત્રણ સદી, એક અડધી સદી અને ૪૦થી વધુ રન બનાવીને જુરેલે પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. તેને અવગણવો મુશ્કેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














