શું સારવારમાં મોડું થવાના કારણે થયું Maradona નું નિધન? ડોક્ટરના ઘર પર પોલીસની રેડ

દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનો (Diego Armando Maradona)ના પર્સનલ ડોક્ટર સંભવિત બેદરકારીના કારણે તપાસના ઘેરામાં છે. મારાડોનાના વકીલે આ અંગે જાણકારી આપી. આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયું. મારાડોનાનું નિધન હ્રદયરોગના હુમલાના કારણે થયું. બે અઠવાડિયા પહેલા જ મગજના ઓપરેશન બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 
શું સારવારમાં મોડું થવાના કારણે થયું Maradona નું નિધન? ડોક્ટરના ઘર પર પોલીસની રેડ

બ્યૂનસ આયર્સ: દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનો (Diego Armando Maradona)ના પર્સનલ ડોક્ટર સંભવિત બેદરકારીના કારણે તપાસના ઘેરામાં છે. મારાડોનાના વકીલે આ અંગે જાણકારી આપી. આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિએગો મારાડોનાનું 60 વર્ષની ઉંમરે નિધન થયું. મારાડોનાનું નિધન હ્રદયરોગના હુમલાના કારણે થયું. બે અઠવાડિયા પહેલા જ મગજના ઓપરેશન બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

પોલીસે રવિવારે લિયોપોલ્ડો લૂક્યુના ઘરે અને પ્રાઈવેટ ક્લિનિક પર રેડ મારી અને એ જાણવાની કોશિશ કરી કે શું તેમના તરફથી કોઈ બેદરકારી વર્તવામાં આવી હતી.

વકીલે કહ્યું કે તપાસના આદેશ પ્રાથમિક તપાસમાં મારાડોનાની પુત્રીઓ ડાલ્મા, ગિનનિના અને જાના પાસેથી મળેલા પુરાવા બાદ જજે આપ્યા હતા. સ્થાનિક વકીલના કાર્યાલયથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે 'જે પુરાવા મળ્યા હતા તેનાથી એ જરૂરી લાગ્યું કે ડોક્ટર લિયોપોલ્ડોના ઘર અને ઓફિસની તપાસની અપીલ કરવામાં આવે.'

આર્જેન્ટિનાની સમાચાર એજન્સી ટેલમના જણાવ્યાં મુજબ તપાસકર્તાએ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું મારાડોનાને નિધન અગાઉ 24 કલાક મેડિકલ સ્ટાફ તરફથી યોગ્ય દેખભાળ મળી હતી કે નહીં. 

આ અગાઉ મારાડોનાના વકીલ માથિયાસ મોરલાએ મારાડોનાના નિધન વિશે તપાસની માગણી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિશ્વ વિજેતા કેપ્ટનની સારવારમાં મોડું થયું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news