જો રિદ્ધિમાન સાહા નહી તો, કાર્તિક અથવા પાર્થિવ કોને મળશે તક?

ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 11મી સિઝન પુરી થયા બાદ હવે બધાનું ધ્યાન આગામી જૂનથી બેંગલોરમાં યોજાનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ પર છે. આ મેચમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન નિયમિત વિકેટકિપર રિદ્ધિમાન સાહા પણ ઇજાગ્રસ્ત થતાં લગભગ બહાર થઇ ગયા છે. હવે તેમની જગ્યાએ કોને લેવામાં આવશે તેના પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જોકે તેમના બહાર હોવાની કે રમવાની પુષ્ટિ થઇ નથી. 

Updated By: May 30, 2018, 03:31 PM IST
જો રિદ્ધિમાન સાહા નહી તો, કાર્તિક અથવા પાર્થિવ કોને મળશે તક?
ફાઇલ તસવીર

નવી દિલ્હી: ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 11મી સિઝન પુરી થયા બાદ હવે બધાનું ધ્યાન આગામી જૂનથી બેંગલોરમાં યોજાનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ પર છે. આ મેચમાં ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરી રહ્યા છે. આ ઉપરાંત ટેસ્ટ ટીમના કેપ્ટન નિયમિત વિકેટકિપર રિદ્ધિમાન સાહા પણ ઇજાગ્રસ્ત થતાં લગભગ બહાર થઇ ગયા છે. હવે તેમની જગ્યાએ કોને લેવામાં આવશે તેના પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જોકે તેમના બહાર હોવાની કે રમવાની પુષ્ટિ થઇ નથી. 

આઇપીએલમાં સાહા સનરાઇઝર્સ હૈદ્વાબાદ તરફથી રમી રહ્યા હતા. કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ રમાયેલી બીજી ક્વાલિફાયરમાં વિકેટકીપિંગ દરમિયાન તેમના અંગૂઠામાં ઇજા પહોંચી હતી અને તેના લીધે રવિવારે ચેન્નઇ સુપર કિંગ્સની ફાઇનલમાં ઉતર્યા ન હતા. 

સાહાને 14 જૂનથી અફઘાનિસ્તાનના વિરૂદ્ધ બેંગલુરૂમાં શરૂ થઇ રહેલી ટેસ્ટ મેચની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સાહા ટીમમાં એકમાત્ર વિકેટકિપર છે. જો તે બહાર થાય તો દિનેશ કાર્તિક અથવા પાર્થિવ પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. 

7 એકરમાં ફેલાયેલા ધોનીના ફાર્મહાઉસને પડી જશો અંચબામાં, જાણો તેની ખૂબીઓ 

આ પહેલાં પણ દક્ષિણ આફ્રીકાના પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડીયાએ રિદ્ધિમાન સાહા જ વિકેટ કીપર હતા અને ત્યારે પણ તે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સેંચુરિયનમાં યોજાયેલી બીજી ટેસ્ટ મેચ પહેલાં માંસપેશીઓમાં તણાવની સમસ્યા થઇ હતી તેમની જગ્યાએ પાર્થિવ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પાર્થિવે સારું પ્રદર્શન કર્યું ન હતું. 
Wriddhiman Saha

ફોટો સાભાર: PTI

દિનેશ કાર્તિક ફોર્મમાં છે
તમને જણાવી દઇએ કે દિનેશ કાર્તિક 8 વર્ષ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહ્યા છે. કાર્તિકે પોતાની અંતિમ ટેસત મેચ વર્ષ 2010માં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી હતી. કાર્તિકે પોતાની ટેસ્ટ ડેબ્યૂ વર્ષ 2004માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કરી હતી. તે અત્યાર સુધી 23 ટેસ્ટ મેચોમાં 1000 રન બનાવી ચૂક્યા છે. દિનેશ કાર્તિક હાલ ખૂબ સારા ફોર્મમાં છે. નિડાસ ટ્રોફીમાં તોફાની પ્રદર્શન સાથે આઇપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

બીસીસીઆઇએ લીધો નથી અંતિમ નિર્ણય
તો બીજી તરફ સાહાને લઇને બીસીસીઆઇએ અંતિમ નિર્ણય લીધો નથી. બીસીસીઆઇએ સોમવારે એક નિવેદન જાહેર કરી ફક્ત એટલી જાણકારી આપી હતી કે સાહાએ અફઘાનિસ્તાન વિરૂદ્ધ યોજાનારી ટેસ્ટ મેચ પહેલાં ફિટ થવામાં સમય લાગશે. તે હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની મેડિકલ ટીમની નજર હેઠળ છે. બીસીસીઆઇએ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે ''સાહાની ઇજાની તપાસ વિશેષજ્ઞો દ્વારા કરાવવામાં આવશે અને બીસીસીઆઇની મેડિકલ ટીમ તેમની ઇજા પર ખાસ ધ્યાન રાખશે'. પરંતુ આ વિશે તે રમશે કે નહી તે વિશે કશું કહેવામાં આવ્યું નથી.