Domestic Cricketers: ડોમેસ્ટિક ક્રિકેટરો માટે ખુશીના સમાચાર, BCCI એ મેચ ફીમાં કર્યો વધારો

BCCI Hike Match Fee for Domestic Cricketers: બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હવે ખેલાડીઓને કેટલી મેચ ફી મળશે. 
 

Domestic Cricketers: ડોમેસ્ટિક ક્રિકેટરો માટે ખુશીના સમાચાર, BCCI એ મેચ ફીમાં કર્યો વધારો

મુંબઈઃ Domestic Cricketers Fee Hike: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સચિવ જય શાહે (Jay Shah) સોમવારે ટ્વીટ કરીને જણાવ્યુ કે બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટરોની મેચ ફી વધારવાનો નિર્ણય લીધો છે. જય શાહના ટ્વીટ પ્રમાણે 40થી વધુ મેચ મરનાર ઘરેલૂ ખેલાડીઓને હવે 60,000 રૂપિયા મળશે, જ્યારે 23 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓને 25,000 રૂપિયા અને 19થી ઓછી ઉંમરના ક્રિકેટરોને 20 હજાર રૂપિયા મળશે. તે પણ જાહેરાત કરવામાં આવી કે 2019-20 ના ઘરેલૂ સત્રમાં ભાગ લેનારા ક્રિકેટરોને કોવિડ-19 મહામારીને કારણે સ્થગિત થયેલી સીઝન 2020-2021ના વળતરના રૂપમાં 50 ટકા વધુ મેચ શુલ્ક મળશે. 

ટ્વીટ કરી જય શાહે જણાવ્યુ
બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વીટ કર્યુ- મને ઘરેલૂ ક્રિકેટરો માટે મેચ ફીમાં વધારો કરવાની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે. સીનિયર્સ- INR 60,000 (40 મેચોની ઉપર), અન્ડર-23  INR 25,000, અન્ડર-19 20,000."

Seniors – INR 60,000 (above 40 matches).

Under 23- INR 25,000

Under 19 – INR 20,000#BCCIApexCouncil

— Jay Shah (@JayShah) September 20, 2021

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news