)
India vs Pakistan, Asia Cup 2025 Final : એશિયા કપ 2025ની ફાઇનલમાં આજે ભારત અને પાકિસ્તાન ટકરાશે. ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન એશિયા કપની ફાઇનલમાં સામસામે છે. આ ટાઇટલ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
જો વરસાદને કારણે ફાઇનલ રદ થાય છે, તો કોને મળશે ટ્રોફી ?
અત્યાર સુધી એશિયા કપ 2025ની કોઈપણ મેચમાં વરસાદ નડ્યો નથી. ત્યારે ક્રિકેટ ચાહકોના મનમાં સવાલ છે કે જો આ વખતે ફાઇનલમાં વરસાદ પડે છે અથવા કોઈ અન્ય કારણોસર મેચ રદ થાય છે, તો કોને ટુર્નામેન્ટનો ચેમ્પિયન જાહેર કરવામાં આવશે ? હવામાન આગાહી મુજબ 28 સપ્ટેમ્બરે દુબઈમાં હવામાન સ્વચ્છ રહેશે.
જો કે, જો અન્ય કોઈ કારણોસર 28 સપ્ટેમ્બરે ફાઇનલ મેચ રમી શકાતી નથી, તો તે રદ કરવામાં આવશે નહીં. 29 સપ્ટેમ્બરને એશિયા કપ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જોકે, વરસાદ કે તોફાનની કોઈ શક્યતા ન હોવાથી, રિઝર્વ ડેની જરૂર નહીં પડે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલના નિયમો અનુસાર, જો રિઝર્વ ડેના દિવસે પણ ફાઇનલ મેચ નથી રમાતી અથવા કોઈ કારણોસર રદ થાય છે, તો ભારત અને પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.
T20માં ભારત-પાકિસ્તાન હેડ-ટુ-હેડ
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાને 15 મેચોમાં ટકરાયા છે, જેમાં ભારતે 12 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને ફક્ત ત્રણ વખત જીત મેળવી છે. ભારત સામે પાકિસ્તાન છેલ્લે T20માં એશિયા કપ 2023માં જીત્યું હતું. હવે ભારતીય ટીમ પાસે પહેલીવાર પાકિસ્તાન સામે એશિયા કપ ફાઇનલ જીતવાની સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.