ડ્વેન બ્રાવોએ કરી ધોનીની પ્રશંસા, કહ્યુ- ક્રિકેટરોને આપે છે નવી જિંદગી

ચેન્નઈ ટીમના મુખ્ય ખેલાડી બ્રાવોએ કહ્યુ- એમએસ ધોની ક્યારેય કોઈ પર પ્રેશર બનાવતો નથી. ક્રિકેટની બહાર તે અલગ દેખાય છે, પરંતુ જ્યારે તે ટીમ સાથે જોડાય તો ખેલાડીઓ માટે તેનો દરવાજો હંમેશા ખુલો હોય છે. 
 

ડ્વેન બ્રાવોએ કરી ધોનીની પ્રશંસા, કહ્યુ- ક્રિકેટરોને આપે છે નવી જિંદગી

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો (Dwayne Bravo)એ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)  ખુબ પ્રશંસા કરી છે. તેનુ માનવુ છે કે કોઈ ખેલાડી ચેન્નઈ સુપર કિંગ્સ  (CSK) જોઈન કરે છે તો ધોનીની આગેવાનીમાં તેના કરિયરને નવી જિંદગી મળી જાય છે. સાથે બ્રાવોએ પોતાનું, શેન વોટસન અને અંબાતી રાયડૂનું ઉદાહરણ પણ આપ્યુ હતું. મહત્વનુ છે કે ધોનીની આગેવાની વાળી ફ્રેન્ચાઇઝી સાથે બ્રાવો 2011મા જોડાયો હતો. 

તેણે એક લાઇવ ચેટ દરમિયાન કહ્યુ, 'ચેન્નઈ સુપર કિંગ્સના ડ્રેસિંગ રૂમમાં ઘણા શાનદાર કેપ્ટન રહ્યા છે. ફાફ ડુ પ્લેસિસ, બ્રેન્ડન મેક્કુલમ, માઇક હસી અને હું પોતે. અમે બધા અમારી ટીમોના સારા કેપ્ટન રહ્યા છીએ, પરંતુ જ્યારે કોઈ ટીમમા આવે છે તો તેને ધોની કહે છે તમે અહીં છો, કારણ કે તમે યોગ્ય છો. તમારે કોઈને સાબિત કરવાની જરૂર નથી. તમે તમારી નેચરલ ગેમ રમો.'

તેણે ધોનીને ક્રિકેટરોનો મસીહા ગણાવતા કહ્યુ, જ્યારે કોઈ ખેલાડી સીએસકેમા આવે છે તે તોના કરિયરમાં નિખાર આવે છે. તેના કરિયરને નવો આયામ મળે છે. થોડા વર્ષ પહેલા આપણે શેન વોટસનને જોયો. મુંબઈ ઈન્ડિયન્સથી આવેલા રાયડૂને જુઓ. આ બધાનું કરિયર કઈ રીતે નવા મુકામ સુધી પહોંચ્યુ. 

ચેન્નઈ ટીમના મુખ્ય ખેલાડી બ્રાવોએ કહ્યુ- એમએસ ધોની ક્યારેય કોઈ પર પ્રેશર બનાવતો નથી. ક્રિકેટની બહાર તે અલગ દેખાય છે, પરંતુ જ્યારે તે ટીમ સાથે જોડાય તો ખેલાડીઓ માટે તેનો દરવાજો હંમેશા ખુલો હોય છે. તે એવો માહોલ તૈયાર કરે છે કે બધા પોતાનું સારૂ પ્રદર્શન કરવા લાગે છે. મહત્વનું છે કે, હાલ કોરોના વાયરસને કારણે આઈપીએલ ટૂર્નામેન્ટ અચોક્કસ સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news