EXCLUSIVE: યુવાનોએ ગ્લેમર-પૈસાની ચિંતા છોડી, ગેમ એન્જોય કરવી જોઈએ - વસીમ જાફર

મારા ક્રિકેટની ઇસ્પિરેશન સચિન તેંડુલકર છે. જ્યારે મે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું તો તે સમયે સચિન શાળા ક્રિકેટ રમી રહ્યા હતા અને શાનદાર કરી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ભારતીય ટીમ માટે સિલેક્ટ થયા. સચિન અને હું બંન્ને મુંબઇનાં છીએ. મે સચિનની રમતને ખુબ જ નજીકથી ફોલો કરી છે.

 EXCLUSIVE: યુવાનોએ ગ્લેમર-પૈસાની ચિંતા છોડી, ગેમ એન્જોય કરવી જોઈએ - વસીમ જાફર

મૃદુલા ભારદ્વાજ/નવી દિલ્હીઃ સ્થાનિક ક્રિકેટમાં રનનો ઢગલો કરનાર વસીફ જાફર ઇાની કપ 2018માં વિદર્ભ તરફથી રમી રહ્યા છે. આ મેચમાં જાફરે 286 રન ફટકારીને આઉટ થયા છે. જાફરે પોતાની બેવડી સદી માટે 431 બોલ રમ્યા હતા. આ દરમિયાન તેણે 34 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. વસીમની આ શાનદાર રમત સાથે જ તેનું નામ તે રેકોર્ડમાં નોંધાયું જેને ક્રિકેટનાં મોટા મોટા દિગ્ગજ ખેલાડીઓ પણ નથી બનાવી શક્યા. ડાબા હાથનાં આ બેટ્સમેનને ડોમેસ્ટિક ઇન્ડિય ક્રિકેટનો સચિન તેંડુલકર પણ કહેવામાં આવે છે. 

16 ફેબ્રુઆરી 1978માં જન્મેલ વસીમ જાફરની ઉંમર 40 વર્ષ થઇ ચુકી છે. જ્યાં એક તરફ ખેલાડીઓ 35-36 વર્ષની ઉંમરમાં સન્યાસ લઇ લેતા હોય છે અથવા ખરાબ ફોર્ તરફ જવા લાગે છેત 
વસીમ જાફર એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે. 

આ ઉંમરમાં ભારતીય ક્રિકેટનાં આ દિગ્ગજ ખેલાડીની શાનદાર સફળતાને જોતા Zee Newsની ઓનલાઇન ટીમે તેમની ફિટનેસ, ક્રિકેટ અને યુવા ક્રિકેટર્સ મુદ્દે ચર્ચા કરી હતી. જાફરનું માનવું છે કે એક ખેલાડી માટે ફિટનેસ ખુબ જ મહત્વની છે. જો ખેલાડી ફિટ નહી હોય તો રમી નહી શકે. આમ પણ ક્રિકેટમાં હાલનાં દિવસોમાં ફિટનેસની ઘણી ડિમાન્ડ છે. માટે પ્રયાસ કરવો જોઇએ કે પોતાની જાતને ફીટ રાખી શકાય. 
જાફરે જો કે કહ્યું કે, હું તેમ ન કહી શકું કે હું સુપર ફીટ છું પરંતુ પ્રયાસ કરૂ છું કે ફિટ રહુંય સારું રમવા માટે પોતે ફિટ રહેવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઇ મોટા લેવલ પર રમી રહ્યા હો અને યુવાનોની સાથે રમી રહ્યા હો તો એવામાં જરૂરી બની જાય છે કે તમે સારૂ રમો.

ફિટનેસ અને સ્કીલ બંન્ને એકબીજાનાં પુરક છે.
જાફરનું કહેવું છે કે ક્રિકેટ માટે સારી રતમ ઉપરાંત સારી ટેક્નીક અને ફિટનેસ પણ ખુબ જ જરૂરી છે બંન્ને જ એખ બીજાનાં પુરક છે. આ સાથે જ જો તમારી પાસે સ્કિલ નથી તો ફિટનેસ પણ કોઇ કામની નથી. જો તમારી પાસે સ્કીલ છે પરંતુ ફીટ નથી તો સ્કીલ આપોઆપ નબળી પડી જશે. તેણે કહ્યું કે જે પ્રકારની આજની ક્રિકેટ થઇ ચુકી છે જેટલી કોમ્પિટિશન વધી ગઇ છે અને મુશ્કેલ થઇ ચુકી છે એવામાં સ્કીલ અને ફિટનેસ બંન્ને ખુબ જ જરૂરી છે. એવામાં જો તમારી ફિટનેસ લેવલ નીચે આવે તો તમારી ગેમ પણ નીચે આવી જશે. 

જ્યાં સુધી રમીશ એન્જોય કરીશ
જે ઉંમરમાં લોકો સન્યાસ લે છે તે ઉંમરમાં રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યા છો. આ સવાલનાં જવાબમાં તેણે જણાવ્યું કે, હું મારી રમત એન્જોય કરૂ છું અને જ્યારે તમે કોઇ વસ્તું એન્જોય કરી રહ્યા હો ત્યારે ઉંમર ક્યારે પણ આડી આવતી નથી. કેટલા વર્ષ હજી ક્રિકેટ તેનાં જવાબમાં જાફરે કહ્યું કે, ક્રિકેટ મારી પસંદ છે. તેવામાં તે કહી શકું તેમ નથી કેટલા વર્ષ સુધી રમીશ. પંરુ હા જ્યા સુધી રમી શકીશ એન્જોઇ કરીશ. જ્યાં સુધી ફિટનેસ સાથ આપી રહી છે ત્યાં સુધી રમતો રહીશ. 

યુવાનો સાથે રમીને સારૂ લાગે છે. 
પોતાની રમત અંગે વસીમે કહ્યું કે, આ વખતે વિદર્ભે રણજી ટ્રોફી જીતી છે. તે ઘણું મહત્વનું રહ્યું છે. ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે જે સારૂ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની સાથે રમીને સારૂ પ્રદર્શન કરીને સારુ લાગી રહ્યું છે. યુવા ખેલાડીઓમાંથી પસંદગીનાં બેટ્સમેનનાં સવાલ અંગે વસીમ જાફરે કહ્યું કે આજે તમામ યુવા ખેલાડીઓ સારૂ રમી રહ્યા છે. ટીમ ઇન્ડિયા, ઇન્ડિયાએ બન્ને ટીમોની પાસે સારા ખેલાડીઓ છે. જેઓ શાનદાર પર્ફોમન્સ કરી રહ્યા છે. હાલનાં સમયમાં ઘણા સારા ક્રિકેટર્સ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભારત પાસે એકથી એક સારા બેટ્સમેન છે. 

હાલ ભારતની ટીમ પણ ઘણી મજબુત છે. તમામ ભારતીય ખેલાડીઓનું પર્ફોમન્સ અને ફોર્મ સારૂ છે. ખાસ કરીને વિરાટ કોહલી ટીમને લીડ કરી રહ્યા છે તે કાબિલેતારીફ છે. વિરાટ જે પ્રકારે ફિટનેસનાં મુદ્દે સીરિયસ છે જે પ્રકારનું કલ્ચર બનાવ્યું છે તેને જોતા લાગે છે કે ભારતીય ક્રિકેટ એકદમ યોગ્ય દિશામાં જઇ રહી છે. 

જાફરને વિરાટ કોહલી ઉપરાંત જો રૂટ પણ પસંદ છે.
યુવા ખેલાડીઓમાં વસીમ જાફરની પહેલી પસંદ વિરાટ કોહલી છે અને જોરૂ પણ છે. વિરાટ કોહલી અંગે જણાવતા જાફરે કહ્યું કે, હાલનાં સમયમાં વિરાટ એક અલગ જ લેવલ પર છે. આ બંન્ને ખેલાડીઓને રમતા જોવા ખુબ જ સારો અનુભવ છે. 

સચિન તેંડુલકર છે ઇન્સિપરેશન
મારા ક્રિકેટની ઇસ્પિરેશન સચિન તેંડુલકર છે. જ્યારે મે ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું તો તે સમયે સચિન શાળા ક્રિકેટ રમી રહ્યા હતા અને શાનદાર કરી રહ્યા હતા. ત્યાર બાદ તેઓ ભારતીય ટીમ માટે સિલેક્ટ થયા. સચિન અને હું બંન્ને મુંબઇનાં છીએ. મે સચિનની રમતને ખુબ જ નજીકથી ફોલો કરી છે. ઘણીવાર તેમની સાથે રમવાની તક પણ મળી છે. ઘણીવાર મુલાકાત પણ થઇ છે. ઘણીવાર પ્રેક્ટિસ પણ સાથે કરી છે. તેઓ મારી જનરેશ અને આગળની યુવા પેઢીનાં ખેલાડીઓ માટે રોલમોડેલ છે. તેમની સાથે રમીને અને તેમની સાથે ડ્રેસિંગ રૂમ શેર કરીને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું.

ગ્લેમર અને પૈસા જોઈને ન રમો
યુવાનોને સંદેશ આપતા વસીમ જાફરે કહ્યું કે, તમને પોતાની રમતને એન્જોય કરો અને મહેનત ખૂબ જરુરી છે. યુવાઓએ તે વાત પર નજર ન રાખવી જોઈએ કે આઈપીએલમાં કેટલા પૈસા મળી રહ્યા છે કે ટીમ ઈન્ડિયામાં કેમ જગ્યા બનાવવી છે. હા, દરેક દેશ માટે રમવા ઈચ્છે છે, પરંતુ જો તમે તમારી રમતને એન્જોય કરીને રમશો તો સારૂ રમી શકશો. 

ગ્લેમર અને પૈસા જોઈને રમશો તો ક્યારેય સારૂ પરફોર્મ નહીં કરી શકો. જો તમે તમારી રમત એન્જોય કરો અને તેને સતત સુધારવાનો પ્રયત્ન કરો તો બધુ યોગ્ય થશે. આ એક પ્રોસેસ છે. જો તમે એક વસ્તુ યોગ્ય કરો તો બીજી ઓટોમેટિક યોગ્ય થઈ જાય છે. 

મને લાગે છે કે તમે કોઈપણ કામ કરો તેને એન્જોય કરવું ખૂબ જરૂરી છે, કારણ કે ત્યારે જ તમે તમારા 100 ટકા આપી શકો છો. આ સાથે હાર્ડવર્ક પણ જરૂરી છે. તમારે તમારી જિંદગીમાં કંઇક હાંસિલ કરવું છે તો તેની માટે મહેનત કરવી પડશે. જો તમે રમતને એન્જોય કરો છો તો તમે તે હાર્ડવર્કને પણ એન્જોય કરો. તેથી તમારી રમત આપમેળે સારી થાય છે. 

સચિનની આસપાસ પણ નથી
ડોમેસ્ટિક ક્રિકેટના સચિન તેંડુલકર કહેવા પર વસીમ જાપરનું કહેવું છે કે, મારી તુલના સચિન સાથે કરવી અયોગ્ય છે. હું તેની આસ પાસ પણ નથી. હા, જે ઉંમરમાં છું અને જે ટીમ સાથે રમુ છું કંઇક વેલ્યૂ એડ કરવાનો પ્રયત્ન કરૂ છું. સાથે પ્રયત્ન કરૂ છું કે ટીમના યુવા ખેલાડીઓને જેટલી મદદ થઈ શકે તે કરૂ. 

મારી રમત એન્જોય કરૂ છું બસ
આટલી ઉંમરમાં શાનદાર ક્રિકેટ રમવાના સીક્રેટ પર વસીમ જાફરનું કહેવું છે કે, કોઈ ખાસ સીક્રેટ નથી. મને ફીટ રાખવાનો પ્રયત્ન કરુ છું. મારી રમતનો આનંદ લઉ છું. મારૂ મોટિવેશનલ લેવલ હજુ સુધી ઘટ્યું નથી અને તે જરૂરી પણ છે. 

જો તમારૂ મોટિવેશન ડાઉન થઈ જાય તો તમે રમતને માણી શકતા નથી. તમે ગિવઅપ કરી દો છો. પરંતુ મેં જ્યારથી રમવાનું શરૂ કર્યું હાલત ગમે તે હોય પરંતુ ક્યારેય મારૂ મોટિવેશનલ લેવલ ઓછું થયું નથી. તેની સાથે મને આ વાત ખૂબ મોટિવેટ કરે છે, જ્યારે તમે યુવા પેઢી સાથે રમો છો ત્યારે તમારે સારૂ પ્રદર્શન કરવાનું હોય છે. તેવામાં એન્જોય અને મોટિવેશન ખૂબ જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news