શું Team India ના ખેલાડીઓએ બીફ અને પોર્ક ખાધું? સોશિયલ મીડિયામાં ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

પાંચ ભારતીય ક્રિકેટરો એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે. વાત જાણે એમ છે કે જે રેસ્ટોરન્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓએ ભોજન કર્યું હતું તેનું બિલ એક પ્રશંસકે ચૂકવ્યું હતું અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે બિલમાં બીફ અને પોર્કનો પણ ઉલ્લેખ હતો.

Updated By: Jan 3, 2021, 10:04 AM IST
શું Team India ના ખેલાડીઓએ બીફ અને પોર્ક ખાધું? સોશિયલ મીડિયામાં ફેન્સનો ગુસ્સો સાતમા આસમાને

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયા (Team India) ને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. વાઈસ કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma), શભમન ગીલ (Shubman Gill), ઋષભ પંત, નવદીપ સૈની અને પૃથ્વી શો પર જૈવ સુરક્ષા પ્રોટોકોલના ભંગનો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ ખેલાડીઓને આઈસોલેશનમાં મોકલી દેવાયા છે. જો કે BCCI એ આ આરોપો સદંતર ફગાવી દીધા છે અને કહ્યું કે જૈવ સુરક્ષા પ્રોટોકોલનો કોઈ પણ ભારતીય ખેલાડીએ ભંગ કર્યો નથી. અત્રે જણાવવાનું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શનિવારે ખેલાડીઓ પર જૈવ સુરક્ષા પ્રોટોકોલના ભંગનો આરોપ લગાવ્યો હતો. 

આ બધા ઉપરાંત હવે આ પાંચ ભારતીય ક્રિકેટરો એક નવી મુશ્કેલીમાં પણ ફસાઈ ગયા છે. વાત જાણે એમ છે કે જે રેસ્ટોરન્ટમાં ટીમ ઈન્ડિયા (Team India) ના ખેલાડીઓએ ભોજન કર્યું હતું તેનું બિલ એક પ્રશંસકે ચૂકવ્યું હતું અને તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તે બિલમાં બીફ અને પોર્કનો પણ ઉલ્લેખ હતો. ટ્વિટર પર હવે આ બિલને લઈને ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓ ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યા છે. ભારતીય ફેન્સે આ અંગે હોબાળો મચાવી દીધો છે. તેમનું કહેવું છે કે આ ખેલાડીઓ બીફ અને પોર્ક (Beef and Pork) ખાઈ રહ્યા હતાં. 

ટ્વિટર પર બીફ અને પોર્ક ટ્રેન્ડ કરી રહ્યા છે. આ સાથે જ રોહિત શર્મા પર સૌથી વધુ નિશાન સાધવામાં આવી રહ્યું છે. જો કે ઝી ન્યૂઝ આ બિલની પુષ્ટિ કરતું નથી. અત્રે જણાવવાનું કે એક પ્રશંસકે ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો જેમાં આ પાંચેય ખેલાડીઓ રેસ્ટોરન્ટમાં ખાવાનું ખાઈ રહ્યા હતા. તે વ્યક્તિએ એવો પણ દાવો કર્યો કે તે આ ખેલાડીઓની નજીક બેઠો હતો  અને તેમના ભોજનનું બિલ ચૂકવ્યા બાદ તેણે પંતને ગળે  લગાવ્યો હતો. ત્યારબાદ ગળે લગાવનારું ટ્વીટ તેણે હટાવી લીધુ હતું. કારણ કે તેનાથી પ્રોટોકોલના ભંગનો મુદ્દો ઊભો થયો હતો. 

હાર બાદ અકળાઈ ગયું છે ઓસ્ટ્રેલિયન મીડિયા
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જૈવ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ ખેલાડીઓને ઈનડોર રેસ્ટોરન્ટમાં ભોજન નહીં કરવા માટે કહેવાયું હતું. આ સાથે જ તેમને સાર્વજનિક વાહનોનો ઉપયોગ ન કરવાનું કહેવાયું હતું પરંતુ જો કે તેઓ પગપાળા ટહેલી શકે છે. આ પ્રોટોકોલ હેઠળ ખેલાડીઓને સામાજિક અંતરનું પાલન કરતા આઉટડોર રેસ્ટોરન્ટમાં ખાવાની મંજૂરી છે. આવામાં ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓ બંધ રેસ્ટોરન્ટમાં જોવા મળતા બબાલ થઈ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિવેદનમાં તપાસની કોઈ સમયમર્યાદા અપાઈ નથી પરંતુ એવું જાણવા મળ્યું છે કે ભારતીય ટીમ મેનેજમેન્ટ તેનાથી નારાજ છે. 

ભારતીય ટીમના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ખેલાડી રેસ્ટોરન્ટની  બહાર ઊભા હતા અને હળવો વરસાદ પડતા તેઓ અંદર ગયા હતા. જો ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમ પર દબાણ બનાવવા માટે આવું કરાયું છે તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આ રીત ખરાબ છે. 

અધિકારીએ કહ્યું હતું કે જૈવ સુરક્ષા પ્રોટોકોલનો ભંગ થયો નથી. ભારતીય ટીમ સંબંધિત દરેક વ્યક્તિને પ્રોટોકોલની જાણકારી છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ શરમજનક હાર બાદ ટીમને બદનામ કરવા માટે આ શગૂફો છેડ્યો છે. 

એક વીડિયોથી મચી બબાલ
એક પ્રશંસકે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં આ પાંચેય ખેલાડીઓએ એક ઈનડોર રેસ્ટોરન્ટમાં ભોજન કર્યું હતું. તે વ્યક્તિનો એવો પણ દાવો હતો કે તે આ ખેલાડીઓની નજીક બેઠો હતો અને તેમના ભોજનનું બિલ ચૂકવ્યા બાદ તેણે પંતને ગળે લગાવ્યો હતો. ત્યારબાદ જો કે ગળે લગાવ્યો એવી ટ્વીટ તેણે ડિલિટ કરી હતી. કારણ કે તેનાથી પ્રોટોકોલના ભંગનો વિવાદ થયો. આ પ્રશંસકનું નામ નવદીપ છે અને તેણે આ પોસ્ટ કરી હતી.  'તેમને ખબર નહતી કે તેમનું બિલ કોણે આપ્યું...અમારા સુપરસ્ટાર્સ માટે હું આટલું તો કરી જ શકું છું.'

નવદીપે લખ્યું કે 'જ્યારે તેમને ખબર પડી કે બિલ મે આપ્યું છે તો રોહિતે કહ્યું કે ભાઈજી પૈસા લઈ લો યાર સારું નથી લાગતું. મેં કહ્યું નહીં સર, હું આપીશ. પંતે મને ગળે લગાવ્યો અને કહ્યું કે ફોટો ત્યારે જ લેવાશે જ્યારે તમે પૈસા પાછા લેશો. મેં કહ્યું કે નહીં ભાઈ નહી થાય. છેલ્લે અમે બધાએ ફોટો ખેંચાવ્યો. મજા આવી ગઈ યાર'.

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube