ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ વચ્ચે દુ:ખદ સમાચાર, આ ક્રિકેટરના અચાનક નિધનથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Cricketer Death : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલરે 61 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે.
Trending Photos
England Cricketer Death : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ દરમિયાન ક્રિકેટ જગત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇંગ્લેન્ડ અને ગ્લોસ્ટરશાયરના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ વેલેન્ટાઇન લોરેન્સનું 61 વર્ષની વયે અવસાન થયું છે. લીડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે રમત શરૂ થાય તે પહેલાં ભારત અને ઇંગ્લેન્ડના ખેલાડીઓએ ડેવિડ લોરેન્સના માનમાં કાળી પટ્ટી બાંધીને શોક વ્યક્ત કર્યો હતો. BCCIએ તેના 'X' હેન્ડલ પર એક પોસ્ટ પણ શેર કરી છે.
આ રોગ સામે લડી રહ્યા હતા
2023માં તેને મોટર ન્યુરોન રોગ હોવાનું નિદાન થયું હતું, જે એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે સ્નાયુઓની નબળાઈનું કારણ બને છે. 1988માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, લોરેન્સે 1988થી 1992 દરમિયાન પાંચ ટેસ્ટ રમી, જેમાં 18 વિકેટ લીધી. આમાં 1991માં 'ધ ઓવલ' ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની 5 વિકેટનો સમાવેશ થાય છે. આ જ ઇનિંગમાં તેમણે મહાન વિવ રિચાર્ડ્સને આઉટ કર્યા હતા. 1992માં ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં એક ટેસ્ટ મેચ દરમિયાન ઘૂંટણની ભયાનક ઈજાને કારણે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો દુ:ખદ અંત આવ્યો.
17 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું
28 જાન્યુઆરી 1964ના રોજ જન્મેલા, લોરેન્સે 1981માં માત્ર 17 વર્ષની ઉંમરે ગ્લોસ્ટરશાયર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું. તેમણે ગ્લોસ્ટરશાયર માટે 170 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, 31.27ની સરેરાશથી 477 વિકેટ લીધી. આ દરમિયાન વોરવિકશાયર સામે 47 રનમાં 7 વિકેટ લેવાનું તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ સામેલ છે. 16 વર્ષની કારકિર્દીમાં, તેઓ તેમની ફાસ્ટ બોલિંગ માટે ક્લબ આઇકોન બન્યા. વન-ડે ક્રિકેટમાં તેમણે 110 મેચોમાં 148 વિકેટ લીધી હતી.
Gloucestershire Cricket is devastated to learn of the passing of former player and Club President, David 'Syd' Lawrence MBE, aged 61.
Everyone at Gloucestershire Cricket would like to send their best wishes to David's family during this terribly sad time. pic.twitter.com/tDTAdIEeVx
— Gloucestershire Cricket 🏆 (@Gloscricket) June 22, 2025
પરિવારનું નિવેદન
લોરેન્સ પરિવાર વતી ગ્લોસ્ટરશાયર દ્વારા શેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે ડેવ લોરેન્સ MBEનું અવસાન થયું છે, જે બહાદુરીથી મોટર ન્યુરોન રોગ સામે લડી રહ્યા હતા. 'સિડ' ક્રિકેટ મેદાન પર અને બહાર એક પ્રેરણાદાયી વ્યક્તિ હતા.'
ગ્લોસ્ટરશાયર ક્રિકેટ ક્લબે લોરેન્સ માટે પોસ્ટ કરી, જેમાં લખ્યું છે કે, 'ગ્લોસ્ટરશાયર ક્રિકેટ પૂર્વ ખેલાડી અને ક્લબના પ્રમુખ ડેવિડ 'સિડ' લોરેન્સ MBEના મૃત્યુના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાતમાં છે. તેઓ 61 વર્ષના હતા. ગ્લોસ્ટરશાયર ક્રિકેટના દરેક વ્યક્તિ આ દુઃખદ સમયે ડેવિડના પરિવારની સાથે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે