100- બોલ ક્રિકેટના પક્ષમાં નથી સૌરવ ગાંગુલી

ક્રિકેટમાં સતત નાના થઈ રહેલા ફોર્મેટ પર સૌરવ ગાંગુલીએ ચિંતા વ્યક્ત કરી છે. ઈંગ્લેન્ડના 100 બોલ ટૂર્નામેન્ટની જાહેરાતને ધ્યાનમાં રાખીને ગાંગુલીએ આ ચિંતા વ્યક્ત કરી છે. 

Updated By: May 12, 2018, 04:30 PM IST
100- બોલ ક્રિકેટના પક્ષમાં નથી સૌરવ ગાંગુલી
photo : IANS

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ શુક્રવારે કહ્યું કે, ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા પસ્તાવિત 100 બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઈને સાવધાન રહેવાની જરૂર છે. પરંતુ ગાંગુલી જોવા ઈચ્છે છે કે આ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. ગાંગુલીએ કહ્યું, આ હકિકતમાં 16.3 ોવરની રમત છે. 50 ઓવરમાંથી ક્રિકેટ 20 ઓવર સુધી આવ્યું અને હવે લગભગ સાડા સોળ ઓવર સુધી. જોઈએ શું થાય છે. મને લાગે છે કે તેના મગજમાં ઓવરોને કારણે 100 બોલની સંખ્યા છે. આપણે જોવાનું છે કે ક્રિકેટનું ફોર્મેટ હજુ કેટલું નાનું થાય છે. 

અહીં અન્ડર-16 ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્રો સ્ટાર લીગના અવસરે ગાંગુલીએ કહ્યું, તમારે આને લઈને સાવધાન રહેવાનું છે. તેવું ન હોવું જોઈએ કે દર્શકો આવે, હજુ સેટ થાઈ અને મેચ પૂર્ણ. દર્શકો રમતનો આનંદ ઉઠાવવા ઈચ્છે છે, જેને એક નિશ્ચિત સમય સુધી લઈ જવાનો દબાવ રહે અને જેમાં યોગ્ય પ્રતિભા અને યોગ્ય વિજેતા જોવા મળે. ગાંગુલીનું માનવું છે કે, રમતનું ફોર્મેટ જેટલું નાનું થતું જશે, સર્વશ્રેષ્ઠ અને સામાન્ય પ્રતિભા વચ્ચે અંતર ઓછું થતું જશે. 

ગાંગુલીએ કહ્યું કે, યોગ્ય ક્રિકેટ તો ટેસ્ટ મેચ જ છે, કારણ કે, તમારે એક જ ઉર્જા સાથે દિવસના અંત સુધી બોલિંગ કરવાની હોય છે. તેમણે કહ્યું, તે માટે ટેસ્ટ ક્રિકેટ અત્યાર સુધી સૌથી મોટો પડકાર છે. અહીં તમારે સવારે આવીને બોલિંગ કરવાની હોય છે પછી દિવસના અને ત્યારબાદ ટી-બ્રેક બાદ અંત સુધી તમારે 140 કિમીની ઝડપે બોલિંગ કરવાની હોય છે. 

ભારતના સૌથી સફલ કેપ્ટનોમાં ગણાતા ગાંગુલીએ કહ્યું,  તે માટે એકાગ્રતાની જરૂર હોય છે, કેટકનિકની જરૂર પડે છે. ટી20 ક્રિકેટ બન્યું રહેશે તેના નાણાકિય કારણો છે અને તેમાં મજા પણ આવે છે, પરંતુ ખરેખરની મજા લાંબા ફોર્મેટમાં છે. એપ્રિલમાં 100 બોલ ક્રિકેટનો પ્રસ્તાવ આવ્યો હતો, જેનો ઉદ્દેશ યુવા દર્શકોને આકર્ષિત કરવાનો છે. પરંતુ ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ આ ફોર્મેટની વિરુદ્ધ છે. ઈસીબીના નિયામક એડ્રયૂ સ્ટ્રોસે કહ્યું હતું કે, આ પ્રસ્તાવ તે 2020માં લાગૂ કરશે, જેનો ઉદ્દેશ્ય બાળકો અને માતાને ઉનાળાની રજાઓમાં જોળવાનો છે.