નવી દિલ્હીઃ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવાર (8 જુલાઈ)એ જાહેરાત કરી કે એશિયા કપ 2020 રદ્દ થઈ ગયો છે. આ જાહેરાત આજે યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલની 9 જુલાઈએ યોજાનારી બેઠકના એક દિવસ પહેલા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંગુલીએ આ નિર્ણય વિશે વધુ સ્પષ્ટતા કરી નથી. તેમણે કહ્યું, એશિયા કપ રદ્દ થઈ ગયો છે. ગાંગુલીએ તે નથી જણાવ્યું કે, શું આ નિર્ણય એશિયા ક્રિકેટ કાઉન્સિલે લીધો છે અથવા નહીં. તેમણે એક સમાચાર ચેનલ સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ પર કહ્યું, તે કહેવુ મુશ્કેલ છે કે શું આ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે કે નહીં. અમે અમારી તૈયારી કરી ચુક્યા છીએ પરંતુ સરકારના નિયમો વિશે કંઇ ન કરી શકીએ. અમે કોઈ ઉતાવળમાં નથી. ખેલાડીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ. 


ભારત પ્રથમ પ્રાથમિકતા, આશા કરુ છું 2020માં આઈપીએલનું આયોજન થશેઃ ગાંગુલી  


આ ટૂર્નામેન્ટ યૂનાઇટેડ અરબ અમીરાતમાં સપ્ટેમ્બરમાં થવાની હતી. પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું યજમાન હતું પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ યજમાની બદલવામાં આવી હતી. બીસીસીઆઈએ પહેલા કહ્યું હતું કે, તેમને તે વાત પર કોઈ પ્રશ્ન નથી કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું વાસ્તવિક યજમાન રહે પરંતુ આ ટૂર્નામેન્ટ કોઈ અન્ય દેશમાં કરાવવામાં આવે તો. 


ગાંગુલીએ બીસીસીઆઈનું તે વલણ પણ સ્પષ્ટ કર્યું કે, આઈસીસી દ્વારા આ વર્ષે વર્લ્ડ ટી20 પર નિર્ણય લીધા બાદ આ વર્ષે આઈપીએલ રમાઇ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર