ગૌતમ ગંભીરની ડિનર પાર્ટીમાં કોણ કોણ આવ્યું ? આખી ટીમ બસ દ્વારા પહોંચી, તો આ ખેલાડીની કારથી એન્ટ્રી

Gautam Gambhir Dinner Party : વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હી સ્થિત તેમના ઘરે ભારતીય ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ગંભીરની ડિનર પાર્ટીમાં બસ દ્વારા પહોંચ્યા હતા, જ્યારે હર્ષિત રાણા તેની કારમાં પહોંચ્યો હતો.

ગૌતમ ગંભીરની ડિનર પાર્ટીમાં કોણ કોણ આવ્યું ? આખી ટીમ બસ દ્વારા પહોંચી, તો આ ખેલાડીની કારથી એન્ટ્રી

Gautam Gambhir Dinner Party : ટીમ ઈન્ડિયા હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. પહેલી મેચ જીતીને, ભારતીય ટીમ 1-0થી આગળ છે. શ્રેણીની બીજી મેચ 10 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. તે પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે દિલ્હી સ્થિત તેમના ઘરે આખી ટીમ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. 8 ઓક્ટોબરની રાત્રે, આખી ભારતીય ટીમ ડિનર પાર્ટી માટે કોચ ગૌતમ ગંભીરના ઘરે પહોંચી હતી. ટીમ ઈન્ડિયા બસ દ્વારા ગંભીરના ઘરે પહોંચી હતી.

હર્ષિત રાણા કેમ કાર લઈને પહોંચ્યો ?

Add Zee News as a Preferred Source

જ્યારે આખી ભારતીય ટીમ બસ દ્વારા કોચ ગૌતમ ગંભીરના ઘરે પહોંચી હતી, ત્યારે હર્ષિત રાણા તેની પ્રાઈવેટ કારમાં ડિનર પાર્ટીમાં પહોંચ્યો હતો. હર્ષિત રાણા વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ઈન્ડિયાની ટીમનો ભાગ નથી. જોકે, ગંભીરે તેને ડિનર પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. તેથી હર્ષિત ટીમ ઈન્ડિયા સાથે બસ દ્વારા મુસાફરી કરી શક્યો નહીં, જેના કારણે તે પોતાની કાર લઈને પહોંચ્યો હતો. હર્ષિત પણ દિલ્હીનો રહેવાસી છે. ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે હર્ષિતની પસંદગી કરવામાં આવી છે.

 

— ???????⁴⁵ (@rushiii_12) October 8, 2025

ડિનર પાર્ટીમાં કોણે કોણે હાજરી આપી ?

વેસ્ટ ઈન્ડિઝ સામે રમી રહેલી ટીમના બધા ખેલાડીઓ ગૌતમ ગંભીરની ડિનર પાર્ટીમાં હાજર રહ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ હાજર રહ્યા હતા. કોચિંગ સ્ટાફના બધા સભ્યો પણ હાજર રહ્યા હતા.

 

He has hosted a special dinner for them ahead of the second and final Test against the West Indies, which begins on October 10 at the Arun Jaitley… pic.twitter.com/QFhSGRoQDo

— ANI (@ANI) October 8, 2025

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ મેચ એક ઇનિંગ્સ અને 140 રનથી જીતી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. હવે, ટીમ ઈન્ડિયા દિલ્હી ટેસ્ટ જીતીને શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news