Team India Champion: ગંભીરની 'ચાણક્ય નીતિ'એ ભારતને બનાવ્યું ચેમ્પિયન, કામ કરી ગયા આ ત્રણ હથિયાર!

Champions Trophy 2025 Final: ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવાની પાછળ હેડ કોચ ગૌતમ ગંભીરની મહત્વની ભૂમિકા રહી છે. ટીમ ઈન્ડિયાની આ જીત માટે ઘણા મહત્વના ફેક્ટર રહ્યાં છે.
 

 Team India Champion: ગંભીરની 'ચાણક્ય નીતિ'એ ભારતને બનાવ્યું ચેમ્પિયન, કામ કરી ગયા આ ત્રણ હથિયાર!

Champions Trophy 2025 Final IND vs NZ: ટીમ ઈન્ડિયા ફરી ચેમ્પિયન બની ગઈ છે. ભારતે પહેલા ટી20 વિશ્વકપ 2024ની ટ્રોફી જીતી હતી. હવે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતની જીતમાં હેડ કોચ ગૌતમ ગંભીરની ભૂમિકા મહત્વની રહી. તેની રણનીતિ ટીમ ઈન્ડિયાની જીતમાં ઉપયોગી સાબિત થઈ છે. ગંભીર આવ્યા બાદ ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફારો જોવા મળ્યા. તેનું પરિણામ હવે બધાની સામે છે.

ગંભીરની રણનીતિ એકદમ અલગ છે. તેણે ભારતના છેલ્લા શ્રીલંકા પ્રવાસ બાદ ટીમમાં ફેરફારના સંકેત આપી દીધા હતા. ગૌતમ બેટ્સમેનોની સાથે સાથે બોલરોને લઈને ખૂબ જ ગંભીર રહ્યો છે. ગંભીરે શ્રીલંકા પ્રવાસ દરમિયાન એક જ મેચમાં છ કે સાત બોલરો અજમાવ્યા હતા. ગંભીરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ બોલરો પર વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ફાઈનલ બાદ નવજોત સિંહ સિદ્ધુ સાથે વાત કરતા તેણે કહ્યું, "બેટર તમને મેચ જીતી શકે છે, પરંતુ બોલર ટૂર્નામેન્ટ જીતાડે છે."

ગંભીરે વરૂણ ચક્રવર્તીને બનાવ્યો ગેમ ચેન્જર
વરૂણ ચક્રવર્તીના આંતરરાષ્ટ્રીય પર્દાપણ બાદ ટીમ ઈન્ડિયા વધુ મજબૂત થઈ ગઈ છે. ગંભીરના હેડ કોચ બન્યા બાદ વરૂણ ચક્રવર્તીને ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળી. વરૂણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ત્રણ મેચ રમી હતી. આ દરમિયાન 9 વિકેટ લીધી હતી. વરૂણે ફાઈનલ અને સેમીફાઈનલ સાથે ન્યૂઝીલેન્ડ સામે લીગ મેચમાં કમાલની બોલિંગ કરી હતી. ભારતની જીતમાં તે ટ્રમ્પ કાર્ડ સાબિત થયો છે.

સ્પિનરોએ કર્યો કમાલ
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સ્પિનર્સના ભરોસે ઉતરી હતી. વરૂણ ચક્રવર્તી સાથે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કુલદીપ યાદવે 5 મેચમાં 7 તો જાડેજાએ ટૂર્નામેન્ટમાં પાંચ વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે અક્ષર પટેલે પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું. 

અક્ષર પટેલના બેટિંગ ઓર્ડરમાં કર્યો ફેરફાર
અક્ષર પટેલે ટીમ ઈન્ડિયાને બોલિંગ ની સાથે-સાથે બેટિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. અક્ષરે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 29 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં 27 રન બનાવ્યા હતા. તો ન્યૂઝીલેન્ડ સામે ગ્રુપ મેચમાં 42 રન બનાવ્યા હતા. ટીમ મેનેજમેન્ટે અક્ષરને પાંચમાં ક્રમે બેટિંગ કરાવવાનો જે નિર્ણય લીધો તે સાચો સાબિત થયો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news