Wd, Wd, Wd, Wd, Wd, Wd... 13 બોલની ઓવર, આ ભારતીય ખેલાડીના કરિયર પર લાગ્યો ડાઘ; ઓન કેમેરા ગુસ્સે થયા ગંભીર

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ભારતીય પેસર અર્શદીપ સિંહ પોતાના એક ઓવરમાં કંટ્રોલ ગુમાવતા સતત વાઇડ બોલ ફેંક્યા. જ્યારબાદ કોચ ગંભીર ગુસ્સમાં જોવા મળ્યા.

Wd, Wd, Wd, Wd, Wd, Wd... 13 બોલની ઓવર, આ ભારતીય ખેલાડીના કરિયર પર લાગ્યો ડાઘ; ઓન કેમેરા ગુસ્સે થયા ગંભીર

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી T20 મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. મેચમાં ભારતીય પેસર અર્શદીપ સિંહ પોતાના એક ઓવરમાં કંટ્રોલ ગુમાવતા સતત વાઇડ બોલ ફેંક્યા. અર્શદીપ સિંહનું T20 કરિયર શાનદાર જઈ રહ્યું હતું, પરંતુ હવે એક ડાઘ લાગી ગયો છે. તેમની ઓવરમાં હેડ કોચ ગૌતમ ગંભીર ખરાબ રીતે ગુસ્સે થયા, તેમનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અર્શદીપની 13 બોલની ઓવર
અર્શદીપ સિંહનો ચંદીગઢમાં ફેલ રહ્યો. આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે તેમની જોરદાર ધોલાય કરી. અર્શનદીપના સ્પેલની ત્રીજી ઓવરથી ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન પહોંચ્યું છે. અર્શદીપ સિંહ આ ઓવરમાં 7 વાઇડ બોલ ફેંક્યા અને ઓવર 13 બોલની થઈ ગઈ. ઓવરના પહેલા બોલ પર ડી કોકે છગ્ગો ફટકાર્યો. અર્શદીપે છગ્ગા પછી સતત બે વાઇડ બોલ ફેંક્યા. ત્યારબાદ એક ડોટ બોલ અને પછી સતત 4 વાઇડ ફેંકી દીધા. છેલ્લો બોલ ફેંકવા માટે પણ અર્શદીપે વાઇડ ફેંક્યો.

Add Zee News as a Preferred Source

ગંભીર થયા ગુસ્સે
અર્શદીપની ઓવરમાં જ્યારે કેમેરો હેડ કોચ ગૌતમ ગંભીર તરફ ફર્યો, ત્યારે તેઓ આ ઓવરમાં સ્પષ્ટપણે ગુસ્સે થતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર ગંભીરનો રિએક્શન વાયરલ થઈ રહ્યું છે. અર્શદીપની ઓવર પછી ટીમ ઇન્ડિયા દબાવમાં જોવા મળી. 

— Hathyogi (हठयोगी) (@hathyogi31) December 11, 2025

અર્શદીપ સિંહનો શરમજનક રેકોર્ડ
ફુલ મેમ્બર ટીમોના આંકડા જોઈએ તો T20 ઇન્ટરનેશનલમાં સૌથી મોટી ઓવર ફેંકવાના મામલામાં અર્શદીપ સિંહે નવીન-ઉલ-હકના શરમજનક રેકોર્ડની બરાબરી કરી લીધી છે. નવીને 2024માં ઝિમ્બાબ્વે સામે હરારેમાં 13 બોલની ઓવર ફેંકી હતી. હવે આ ડાઘ અર્શદીપ સિંહ પર પણ લાગી ગયો છે. બીજી T20માં સાઉથ આફ્રિકા તરફથી ક્વિન્ટન ડી કોકે ધમાકેદાર 90 રનની ઇનિંગ રમી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news