ગોલ્ફના પીઢ ખેલાડીઓ પૂરવાર કર્યું કે 'ઉંમર એ માત્ર સંખ્યા છે'

લૉ હેન્ડીકેપ સેગમેન્ટમાં કર્નલ અખિલ મિશ્રા 20 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા અને 18 પોઈન્ટ મેળવનાર કર્નલ અજય ધીર રનર્સઅપ જાહેર કરાયા હતા. ગુરપ્રીત સિંઘ મલિકે 18 પોઈન્ટ (B-6/11) મેળવીને મીડ હેન્ડીકેપ સેગમેન્ટમાં વિજય મેળવ્યો હતો. 

Updated By: Oct 4, 2018, 07:35 AM IST
ગોલ્ફના પીઢ ખેલાડીઓ પૂરવાર કર્યું કે 'ઉંમર એ માત્ર સંખ્યા છે'

અમદાવાદ :  કેન્સવીલે 50 પ્લસ ચેલેન્જમાં 50 થી 77 વર્ષના 20 થી વધુ ઉત્સાહી ગોલ્ફરોએ ચેમ્પિયનશીપમાં સામેલ થઈને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન કેન્સવીલે ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની ખૂબ જ રાહ જોવાઈ રહી હતી તે આ ચેમ્પિયનશીપમાં શહેરના ગોલ્ફના પીઢ ખેલાડીઓ ભાગ લઈને ભારે ઉત્સાહપૂર્વક રમ્યા હતા અને પૂરવાર કર્યું હતું કે ઉંમર એ માત્ર સંખ્યા છે. 

50 થી વધુ વયના ગોલ્ફર્સને આકર્ષતી આ ચેમ્પિયનશીપમાં મેદાનમાં ખેલાડીઓએ ગોલ્ફીંગ સ્કીલ દર્શાવી હતી અને ઉચ્ચ સ્તરના ઉત્સાહથી રમ્યા હતા. લૉ હેન્ડીકેપ સેગમેન્ટમાં કર્નલ અખિલ મિશ્રા 20 પોઈન્ટ સાથે વિજેતા બન્યા હતા અને 18 પોઈન્ટ મેળવનાર કર્નલ અજય ધીર રનર્સઅપ જાહેર કરાયા હતા. ગુરપ્રીત સિંઘ મલિકે 18 પોઈન્ટ (B-6/11) મેળવીને મીડ હેન્ડીકેપ સેગમેન્ટમાં વિજય મેળવ્યો હતો. વી.વી ઐયર 18 પોઈન્ટ (B-6/9) સાથે તેમની સાથે જ રહીને  રનર્સઅપ બન્યા હતા. હાઈ હેન્ડીકેપ સેગમેન્ટમાં ગુરદિયાલ સિંઘ 21 પોઈન્ટ સાથે ટોચના સ્થાને હતા અને સુરિન્દર મક્કરે 16 પોઈન્ટ મેળવ્યા હતા. 

લેડીઝ સેગમેન્ટમાં ડોલી મક્કરે અપવાદરૂપ રમત રમીને 16 પોઈન્ટ મેળવ્યા હતા અને પોતાની લાયકાત અનુસાર વિજેતાની ટ્રોફી પ્રાપ્ત કરી હતી. તેમના પછીના સ્થાને મનિષા બાસુ 5 પોઈન્ટ મેળવીને રનર્સઅપ બન્યા હતા.

ગુરદિયાલ સિંઘનું 'ક્લોઝેટ ટુ ધ પીન' (29 ફૂટ) વડે સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે કર્નલ અજય ધીરે 240 વારની સૌથી લાંબી ડ્રાઈવ લગાવી હતી. સુરિન્દર મક્કરને સ્ટ્રેઈટેસ્ટ ડ્રાઈવ (2 ફૂટ) મારવા બદલ એવોર્ડ એનાયત કરાયો હતો.