સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે ઉઠાવ્યા સવાલ

સ્મિથે કહ્યું કે, વિરાટ કોહલીની આક્રમકતા અને જનુન તેની પોતાની રમતને આગળ વધારે છે, પરંતુ ટીમ ઈન્ડિયાને તેનું નુકશાન થઈ રહ્યું છે. 

સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલીની કેપ્ટનશીપ સામે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ આફ્રિકા સામેની પ્રથમ બે ટેસ્ટ હારીને શ્રેણી ગુમાવી દીધી છે. આ દરમિયાન  બેટસમેનોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું તો બીજી તરફ ટીમને પસંદગીને લઈને પણ આલોચના કરવામાં આવી. પ્રથમ ટેસ્ટ કેપટાઉનમાં રમાઈ હતી જેમાં ભારતને 72 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.  સેન્ચુરિયનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં આફ્રિકાનો 135 રને વિજય થયો હતો. હવે ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગમાં રમાશે. ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને કારણે માત્ર ચાહકો જ નહીં દિગ્ગજો પણ નારાજ છે. આફ્રિકામાં વિરાટ કોહલીના પ્રદર્શન અને તેના વ્યવહારને લઈને ઘણા દિગ્ગજોએ તેની આલોચના કરી છે. 

આપને જણાવી દઈએ કે, 9 ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ પ્રથમ વખત કોહલીની ટીમને હાર મળી છે ત્યારબાદ પત્રકાર પરિષદમાં કોહલીને અનેક સવાલોનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન એક પ્રશ્ન પર કોહલી ભડક્યો અને રિપોર્ટર પર સવાલ કરી દીધો હતો. કોહલીના આ વ્યવહારને જોતા આફ્રિકાના ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન ગ્રીમ સ્મિથે તેના ભવિષ્યને લઈને સવાલ ઉભા કર્યા છે. 

ગ્રીમ સ્મિથનું માનવું છે કે તેને આ વાતનો વિશ્વાસ નથી કે કોહલીએ ભારત માટે સૌથી વધુ સમય કેપ્ટનશીપ કરે તે વિકલ્પ છે. એક ચેટ શો દરમિયાન સ્મિથે કહ્યું કે હું નથી જાણતો કે ભારત માટે લાંબા સમય સુધી કેપ્ટન તરીકે કોહલી વિકલ્પ હશે કે નહીં. મને આ વાત પર વિશ્વાસ નથી. 

તેમણે કહ્યું કે, વિરાટ કોહલી એ સમજવું પડશે કે પોતાના દેશની બહાર રમવા જઈએ ત્યારે તેને કેપ્ટન તરીકે વધુ દબાવનો સામનો કરવો પડશે. આ ઘરના માહોલથી અલગ સ્થિતિ હશે. 

સ્મિથે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં કોઈ એવા વ્યક્તિની જરૂર છે જે કોહલીના વિચારોનો વિરોધ કરે જેથી તને પરિપકવ બનાવવામાં મદદ કરી શકે. સ્મિથનું કહેવું છે કે આપણે બધા જાણીએ છીએ કે વિરાટ એક શાનદાર ખેલાડી છે. તે આક્રમકતા અને જનુન સાથે પોતાની રમતને આગળ વધારી રહ્યો છે. પરંતુ ટીમને તેનું નુકશાન થઈ રહ્યું છે. તે એટલો શક્તિશાળી થઈ ગયો છે કે બીજા ખેલાડીઓને તેની સમક્ષ પહોંચાડવામાં મુશ્કેલી થાય છે. સ્મિથે વધુમાં કહ્યું કે, કોહલી બેટ્સમેન તરીકે ભલે સફળતા મેળવી રહ્યો હોય પરતું કેપ્ટન તરીકે તેને પોતાના વ્યવહારમાં વિનમ્રતા લાવવી પડશે ત્યારે જ તે ટીમને સાથે રાખીને ચાલી શકશે. 

 

Graeme Smith

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news