IPL 2025: પ્લેઓફની રેસ બની રોમાંચક, 1 સ્થાન માટે 3 ટીમો વચ્ચે જંગ, સમજો સમીકરણ

IPL 2025 હવે છેલ્લા તબક્કામાં છે. ચાર ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે અને ત્રણ ટીમોએ અંતિમ ચારમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે પ્લેઓફના એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે ટક્કર થવાની છે.

IPL 2025: પ્લેઓફની રેસ બની રોમાંચક, 1 સ્થાન માટે 3 ટીમો વચ્ચે જંગ, સમજો સમીકરણ

IPL 2025 Playoffs: આઈપીએલ 2025મા ગુજરાત ટાઈટન્સે ધમાકેદાર અંદાજમાં દિલ્હી કેપિટલ્સને 10 વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં ગુજરાત માટે શુભમન ગિલ અને સાઈ સુદર્શને કમાલની બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓએ સરળતાથી 200 રનનો લક્ષ્ય હાસિલ કર્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 199 રન ફટકાર્યા હતા. બાદમાં ગુજરાત ટાઈટન્સને જીત મેળવવામાં કોઈ મુશ્કેલી થઈ નહીં અને ગિલની ટીમે પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે.

પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગુજરાત ટાઈટન્સ
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચ જીતવાની સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે અને તેણે પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. શુભમન ગિલની આગેવાનીમાં ગુજરાતે અત્યાર સુધી 12 મેચ રમી છે અને 9 જીતી છે. જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાત ટાઈટન્સના 18 પોઈન્ટ છે અને તેની નેટ રનરેટ પ્લસ 0.795 છે.

Led by Shubman Gill, the 𝙂𝙪𝙟𝙖𝙧𝙖𝙩 𝙏𝙞𝙩𝙖𝙣𝙨 have made it to their third Top 4️⃣ finish in four years 🔥#GT fans, 2️⃣nd title loading? 🤔#TATAIPL | #DCvGT | @gujarat_titans pic.twitter.com/uJSCIFt9ub

— IndianPremierLeague (@IPL) May 18, 2025

આરસીબી અને પંજાબ કિંગ્સની પણ પ્લેઓફમાં એન્ટ્રી
બીજીતરફ ગુજરાતની જીત સાથે આરસીબી અને પંજાબ કિંગ્સે પણ પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. આરસીબીએ 12 મેચ રમી છે અને તેના 17 પોઈન્ટ છે. આરસીબીની નેટ રનરેટ પ્લસ 0.482 છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. પંજાબ કિંગ્સે પણ 10 વર્ષ બાદ પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. પંજાબ કિંગ્સના પણ 17 પોઈન્ટ છે. 

— IndianPremierLeague (@IPL) May 18, 2025

આ ત્રણ ટીમો પાસે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત
હવે પ્લેઓફ માટે ત્રણ ટીમ પહોંચી ગઈ છે અને માત્ર એક સ્થાન બાકી છે. તે માટે મુંબઈ ઈન્ડિયન્સ (14 પોઈન્ટ), દિલ્હી કેપિટલ્સ (13 પોઈન્ટ) અને લખનઉ સુપર જાયન્ટ્સ (10 પોઈન્ટ) ની ટીમ રેસમાં છે. મુંબઈ પાસે સૌથી સારી તક છે, કારણ કે ત્રણેય ટીમમાં તેની પાસે પોઈન્ટ વધારે છે અને નેટ રનરેટ પ્લસ 1.156 છે. મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

A long wait ends for Punjab Kings as they secure the all-important 𝐐 ❤

Will they clinch a 🔝 2️⃣ finish? #TATAIPL | #DCvGT | @PunjabKingsIPL pic.twitter.com/s12W5GOvwP

— IndianPremierLeague (@IPL) May 18, 2025

આ ટીમો થઈ ગઈ બહાર
આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ ટીમનું સીઝનમાં પ્રદર્શન પણ સાધારણ રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news