VIDEO: જ્યારે લાગી હલ્દી ત્યારે લજામણીની જેમ શરમાઈ ગયો વિરાટ

વિરાટ પોતાની  હલ્દી સેરેમનીમાં શરમાતો દેખાયો છે

VIDEO: જ્યારે લાગી હલ્દી ત્યારે લજામણીની જેમ શરમાઈ ગયો વિરાટ

 

 નવી દિલ્હી : ટીમ ઇન્ડિ્યાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિરાટ અને અનુષ્કાએ ચૂપચાપ ઇટાલીમાં જઈને લગ્ન કરી લીધા છે પણ આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વિરુશ્કાએ ભલે પોતાના લગ્ન અને એની વિધીઓ સિક્રેટ રાખવાનો પ્રયાસ કર્યો હોય પણ એના વીડિયો જાહેર થઈ ગયા છે. આ બંને વીડિયોમાં સુપરક્યુટ લાગી રહ્યા છે.

વિરાટ પોતાની હલ્દીની વિધીમાં શરમાતા નજરે ચડ્યા છે. વિરાટ અને અનુષ્કાના સ્વજનોએ તેમજ પરિવારજનોની હાજરીમાં સાત ફેરા લીધા. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કોહલીએ ટ્વીટ કરીને તસવીર શેયર કરી હતી અને પ્રેમથી તરબોળ મેસેજ લખ્યો હતો.                                  

લગ્નના સમાચાર  સાથે જ વિરૂષ્કાના લગ્નની વિધીઓની તસવીર અને વીડિયો સોશિયલ મીડિ્યામાં વાઇરલ થવાના શરૂ થઈ ગયા છે. આ વીડિયોમાં વિરાટને તેના પરિવારજનો હલ્દી લગાવી રહ્યા છે અને બેકગ્રાઉન્ડમાં પંજાબી ગીતો ચાલી રહ્યા છે. આમ, સમગ્ર માહોલ બહુ ખુશનુમા છે. 

A post shared by Virat Kohli (@viratkohli.club) on

વિરાટને પંજાબી ગીતો બહુ પસંદ છે. આ વિધી વખતે વિરાટ બહુ શરમાતો નજરે ચડે છે. 

A post shared by 😯 (@bhutyalsachin) on

વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેયર કરી છે. એક તસવીરમાં વિરાટે પોતાના સ્વજનો અને અનુષ્કા સાથે સેલ્ફી લીધી છે અને બીજી તસવીર વરમાળા દરમિયાનની છે. 

હાલમાં વિરાટે લગ્ન માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને તે વન-ડે તેમજ ટી-20 સિરિઝમાં નથી રમી રહ્યો . આ સિરીઝમાં તેની જગ્યાએ રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news