Aus vs Ind: હાર્દિક પંડ્યાએ વનડેમાં પૂરા કર્યા 1000 રન, બનાવ્યો ખાસ રેકોર્ડ

Hardik Pandya Completes 1000 ODI Runs: ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વનડે ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા છે. તેણે માત્ર 857 બોલમાં આ સિદ્ધિ મેળવી છે. પંડ્યા ટીમ ઈન્ડિયામાં એક બેટ્સમેન તરીકે રમી રહ્યો છે. 

Aus vs Ind: હાર્દિક પંડ્યાએ વનડેમાં પૂરા કર્યા 1000 રન, બનાવ્યો ખાસ રેકોર્ડ

સિડનીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં આ વર્ષે બોલિંગ કરી નહીં. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં પણ તે માત્ર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. તેવામાં ટીમમાં પંડ્યાના સ્થાન પર પણ સવાલ ઉઠી રહ્યા હતા. પરંતુ સિડની વનડેમાં તેણે પોતાની ભૂમિકાને જસ્ટિફાઇ કરી છે. પંડ્યાએ શાનદાર ઈનિંગ દરમિયાન વનડે આંતરરાષ્ટ્રીયમાં 1 હજાર રન પૂરા કર્યા છે. પંડ્યાની આ 55મી વનડેમાં 39મી ઈનિંગ હતી. 

શુક્રવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ મુકાબલા પહેલા પંડ્યાના નામે વનડેમાં 957 રન બતા. એક હજાર રન પૂરા કરવા માટે તેને 43 રનની જરૂર હતી. પંડ્યાએ 23મી ઓવરમાં ગ્લેન મેક્સવેલના બોલ પર સિક્સ ફટકારી વનડે આંતરરાષ્ટ્રીયમાં એક હજાર રન પૂરા કર્યા હતા. 

હાર્દિક પંડ્યાએ 857 બોલ પર 1 હજાર રન પૂરા કર્યા છે. તે ભારત તરફથી સૌથી ઓછા બોલ પર  1000 ODI રન પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે. પંડ્યાએ કેદાર જાધવને પાછળ છોડ્યો જેણે 937 બોલ પર 1000 રન પૂરા કર્યા હતા. 

હવે કોરોનાના સમાચારને લઈ ચર્ચામાં રોહિત શર્મા, પિતા પોઝિટિવ હોવાના અહેવાલો  

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો પંડ્યા પાંચમાં નંબર પર છે. આ લિસ્ટમાં સૌથી ઉપર આંદ્રે રસેલ છે. આ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેને 767 બોલ પર 1000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ લ્યૂક રોંચીનો નંબર આવે છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ માટે રમનારા રોંચીએ 807 બોલનો સામનો કર્યો હતો.

પાકિસ્તાનના વિસ્ફોટક ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 834 બોલનો સામનો કર્યો હતો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસનનો નંબર આવે છે જેણે 854 બોલ પર 1000 વનડે આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news