'તે તેના જીવનમાં પ્રોઝિટિવિટી...' આ યુવતી સાથે રિલેશનશિપમાં છે યુઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યાએ કર્યું કન્ફર્મ!
Yuzvendra Chahal Relationship: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલે 20 માર્ચે મુંબઈની બાંદ્રા ફેમિલી કોર્ટમાં ધનશ્રી વર્માથી સત્તાવાર રીતે છૂટાછેડા લીધા હતા. ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા બાદ RJ મહવશ સાથેના તેમના રિલેશનશિપના સમાચારો સામે આવી રહ્યા હતા. ત્યારે આ અંગે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
Yuzvendra Chahal Relationship: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં ક્રિકેટ કરતા પોતાના અંગત જીવન માટે વધુ ચર્ચામાં છે. પત્ની ધનશ્રી વર્માથી છૂટાછેડા લીધા બાદ RJ મહવશ સાથેના તેમના રિલેશનશિપના સમાચારો સામે આવી રહ્યા હતા. તાજેતરમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના નિવેદનથી આ અફવાઓને વધુ હવા આપી છે, જેનાથી તેમના રિલેશનશિપની પુષ્ટિ થઈ જોવા મળી રહી છે.
હાર્દિક પંડ્યાએ રિલેશનશિપને લઈને આપ્યું મોટું નિવેદન
હાર્દિક પંડ્યાએ હાલમાં જ ડેઈલી ક્રિકેટ પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "મેં તેનો (ચહલ) સંઘર્ષ જોયો છે, તેથી મારા માટે ખૂબ જ જરૂરી હતું કે હું એવા તબક્ક પર પહોંચવું જ્યાં હું ખરેખર કોઈ એવા વ્યક્તિની પાસે જવા માંગતો હતો, જે મારી સ્થિતિને સમજ શકે. પરંતુ હવે તેને ફરીથી હસતો જોઈને સારું લાગે છે. મહા (મહવશ)એ તેના જીવનમાં પ્રોઝિટિવિટી લાવી દીધી છે. તે ખુશીઓનો હકદાર છે. જો મહા તેની ખુશીનું કારણ છે, તો હું મારા ભાઈ માટે ખૂબ જ ખુશ છું."
સ્ટેડિયમથી લઈને સોશિયલ મીડિયા પર સાથે જોવા મળ્યા
હાર્દિકના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, યુઝવેન્દ્ર ચહલ અને આરજે મહવશ વચ્ચેના સંબંધો હવે કોઈનાથી છુપાયેલા નથી. યુઝવેન્દ્ર અને મહવશના રિલેશનશિપના સમાચાર ત્યારે વધુ ચર્ચામાં આવ્યા, જ્યારે બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા. ખાસ કરીને તેઓ સ્ટેડિયમમાં એક સાથે સ્પોટ થયા બાદ તેમના ડેટિંગના સમાચારે વધુ જોર પકડ્યું હતું.
બન્ને ઘણી વખત જોવા મળ્યા સાથે
આ સિવાય સોશિયલ મીડિયા પર બન્નેની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા છે. ડિસેમ્બર 2024માં ક્રિસમસના અવસર પર આરજે મહવશે યુઝવેન્દ્ર સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેની સાથે ઘણા મિત્રો પણ જોવા મળ્યા હતા. આટલું જ નહીં છૂટાછેડાના દિવસે મહવેશ પણ યુઝવેન્દ્ર સાથે કોર્ટમાં જોવા મળી હતી.
ધનશ્રી અને ચહલના છૂટાછેડા પછી નિકટતા વધી
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 2020માં થયા હતા, પરંતુ બન્ને વચ્ચે ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર 2024માં બન્નેએ સત્તાવાર રીતે છૂટાછેડા લીધા અને ત્યાર બાદ જ ચહલ અને મેહવશની નિકટતા ચર્ચામાં આવી. કેટલાક લોકો આને ચહલ માટે નવી શરૂઆત માની રહ્યા છે, તો કેટલાક તેને તેમના જૂના સંબંધોના અંત તરીકે જોઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે