Hardik Pandya Net Worth: જાણો કેટલી સંપત્તિનો માલિક છે હાર્દિક પંડ્યા, કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
હાર્દિક પંડ્યા આજે કરોડોનો માલિક છે. લક્ઝરી ગાડીઓથી લઈને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સુધી તેની કમાણી શાનદાર છે. બીસીસીઆઈ અને આઈપીએલમાંથી પણ વર્ષે હાર્દિકને કરોડો રૂપિયા મળે છે.
Trending Photos
)
Hardik Pandya Net Worth: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે કરોડોની સંપત્તિનો માલિક છે, પરંતુ તેની કહાની માત્ર સફળતાની જ નહીં, પરંતુ સંઘર્ષ, મહેનત અને જુસ્સાની પણ છે. વડોદરાના એક સાધારણ પરિવારમાંથી આવતા હાર્દિકે આજે ક્રિકેટની દુનિયામાં પોતાનું મોટું નામ બનાવ્યું છે. હાર્દિક પંડ્યા પોતાની લક્ઝરી સ્ટાઇલને લઈને પણ ચર્ચામાં રહે છે.
બીસીસીઆઈ આપે છે કરોડોનો પગાર
હાર્દિક પંડ્યાને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી A ગ્રેડનો કોન્ટ્રાક્ટ મળેલો છે. તેને આ કોન્ટ્રાક્ટ હેઠળ 5 કરોડ રૂપિયાની ફી આપવામાં આવે છે. આ સિવાય દરેક મેચની ફી, બોનસ અને પરફોર્મંસ ઈન્સેટિવ પણ મળે છે. એટલું જ નહીં આઈપીએલથી પણ હાર્દિક કરોડો રૂપિયાની કમાણી કરે છે.
2025ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે તેને 16.35 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આ પહેલા તે ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન રહી ચૂક્યો છે અને 2022મા તેણે ટીમને ચેમ્પિયન પણ બનાવી હતી.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કરે છે મોટી કમાણી
હાર્દિક પંડ્યા માત્ર મેદાન પર જ નહીં, પરંતુ જાહેરાતની દુનિયામાં પણ મોટો ચહેરો બની ગયો છે. તે ઘણી જાણીતી બ્રાન્ડ્સ જેમ કે Boat, Monster Energy, Gillette અને Gulf Oil થી જોડાયેલો છે. દરેક બ્રાન્ડથી તેને લાખો રૂપિયાની ડીલ મળે છે.
રિપોર્ટ્સ પ્રમાણે 2025 સુધી હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ 98 કરોડ રૂપિયા જેટલી પહોંચી ગઈ છે. તેમાં બીસીસીઆઈનો પગાર, આઈપીએલ આવક અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થનારી કમાણી સામેલ છે.
લક્ઝરી લાઇફસ્ટાઇલ અને કાર કલેક્શન
હાર્દિક પંડ્યા પોતાની લાઇફસ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહે છે. તેની પાસે ઘણી મોંઘી કાર છે, જેમાં રોલ્સ-રોયસ, રેંજ રોવર, પોર્શ કાયેન અને મર્સિડીઝ AMG G63 સામેલ છે. આ સિવાય મુંબઈ અને વડોદરામાં તેની પાસે આલીશાન ઘર છે, જેની કિંમત કરોડોમાં છે.
સાધારણ પરિવારમાંથી અસાધારણ સફર
હાર્દિકની સફર સુરતમાં શરૂ થઈ હતી. તેના પિતા હિમાંશુ પંડ્યા એક નાનો કાર ફાઇનાન્સનો વ્યવસાય ચલાવતા હતા, પરંતુ પરિવાર તેમના પુત્રના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને સંતોષવા માટે વડોદરા સ્થળાંતરિત થયો. ત્યાં હાર્દિકે કિરણ મોરેની ક્રિકેટ એકેડમીમાં તાલીમ લીધી.
આર્થિક મુશ્કેલીઓને કારણે, હાર્દિકે 9મા ધોરણમાં શાળા છોડી દીધી, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેનો જુસ્સો અટલ રહ્યો. 2015 માં, મુંબઈ ઇન્ડિયન્સે તેને માત્ર ₹10 લાખમાં ખરીદ્યો, જે તેની કારકિર્દીમાં એક વળાંક હતો.
આજે, હાર્દિક માત્ર એક ક્રિકેટર નથી પરંતુ એક બ્રાન્ડ છે, જે દર્શાવે છે કે સાચો જુસ્સો ખાતરી આપે છે કે કોઈ પણ મુકામ દૂર નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે













