ભારતના 'જમાઈ'એ પાકિસ્તાન સુપર લીગમાં રચ્યો ઈતિહાસ, બનાવી દીધો સૌથી મોટો રેકોર્ડ

Pakistan Super League 2025: કરાચીના નેશનલ સ્ટેડિયમમાં કરાચી કિંગ્સે પીએસએલના એક મુકાબલામાં ક્વેટાને પરાજય આપ્યો હતો. આ મેચમાં ભારતના જમાઈએ મોટો રેકોર્ડ બનાવ્યો છે.

ભારતના 'જમાઈ'એ પાકિસ્તાન સુપર લીગમાં રચ્યો ઈતિહાસ, બનાવી દીધો સૌથી મોટો રેકોર્ડ

કરાચીઃ ભારતના 'જમાઈ'એ પાકિસ્તાન સુપર લીગમાં ઈતિહાસ રચી દીદો છે. તે પાકિસ્તાન સુપર લીગમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બની ગયો છે. પાકિસ્તાન સુપર લીગની આઠમી મેચ શુક્રવારે કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડિએટર્સ વચ્ચે કરાચી સ્થિત નેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ડેવિડ વોર્નરની આગેવાનીમાં કરાચી કિંગ્સે ક્વેટા ગ્લેડિએટર્સને 56 રનથી પરાજય આપ્યો હતો.

કરાચી કિંગ્સનો 56 રને પરાજય
કરાચીના નેશનલ સ્ટેડિયમમાં કરાચી કિંગ્સે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ પર 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ક્વેટાની ટીમ 9 વિકેટ પર 119 રન બનાવી શકી હતી. ગ્લેડિએટર્સના બેટરોની સ્થિતિ ખરાબ રહી હતી. આ મેચમાં ગ્લેડિએટર્સના માત્ર ત્રણ બેટર ડબલ આંકડા સુધી પહોંચી શક્યા હતા. જેમાં કેપ્ટન સઉદ શકીલ (અણનમ 33 રન), કુસલ મેન્ડિસ (12 રન) અને મોહમ્મદ આમિર (30 રન) ના નામ સામેલ છે.

હસન અલીએ રચ્યો ઈતિહાસ
આ મેચ દરમિયાન કરાચી કિંગ્સના ફાસ્ટ બોલર હસન અલીએ ઈતિહાસ રચ્યો હતો. હસને ક્વેટા ગ્લેડીયેટર્સ સામે ચાર ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. પોતાની બોલિંગ દરમિયાન હસન અલીએ હસન નવાઝ, ખ્વાજા નફી અને અબરાર અહેમદની વિકેટ લીધી હતી. પોતાની બોલિંગથી હસન અલીએ પાકિસ્તાન સુપર લીગમાં નવો ઈતિહાસ રચ્યો છે.

PSLમાં સૌથી વધુ વિકેટ
ક્વેટા સામે મેચમાં ત્રણ વિકેટ લેવાની સાથે હસન અલીએ પાકિસ્તાન સુપર લીગમાં ઈતિહાસ રચી દીધો છે. હસન અલી હવે પીએસએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. હસન અલીના નામે પાકિસ્તાન સુપર લીગમાં સૌથી વધુ 116 વિકેટ થઈ ગઈ છે.

વહાબ રિયાઝનો રેકોર્ડ તોડ્યો
હસન અલીએ PSLમાં સૌથી વધુ વિકેટ લેવાનો વહાબ રિયાઝનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2016 અને 2023 વચ્ચે રિયાઝે 88 મેચમાં 87 ઇનિંગ્સમાં 22.68ની એવરેજથી 113 વિકેટ લીધી હતી. PSLમાં હસન અલીની વિકેટની સંખ્યા 116 પર પહોંચી ગઈ છે.

પીએસએલમાં હસન અલીનું અત્યાર સુધીનું પ્રદર્શન
30 વર્ષીય હસન અલીએ 2016થી પીએસએલમાં 85 મેચ રમી છે. આ દરમિયાન તેને 84 ઇનિંગ્સમાં 22.23ની એવરેજથી 116 સફળતા મળી છે. તેણે PSLમાં ચાર વખત 5 વિકેટ લીધી છે. PSLમાં અલીનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 15 રનમાં ચાર વિકેટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news