શમીના ઘરે પહોંચી હસીન જહાં, બોલી - તે માફી માંગી લે, હું તેને માફ કરી દઈશ

ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના સહસપુર અલી નગર ગામ નિવાસી ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. બીસીસીઆઈમાંથી રાહત મળ્યા બાદ શમી આઈપીએલમાં રમી રહ્યો છે. બીજીતરફ તેની પત્ની હસીન જહાં પોતાની પુત્રી અને વકીલની સાથે અમરોહા પહોંચી ગઈ છે. અમરોહા પહોંચતા જ હસીન જહાં હિડોલી કોતવાલી પહોંચી અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી. 

શમીના ઘરે પહોંચી હસીન જહાં, બોલી - તે માફી માંગી લે, હું તેને માફ કરી દઈશ

અમરોહાઃ ઉત્તર પ્રદેશના અમરોહા જનપદના સહસપુર અલી નગર ગામ નિવાસી ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. બીસીસીઆઈમાંથી રાહત મળ્યા બાદ શમી આઈપીએલમાં રમી રહ્યો છે. બીજીતરફ તેની પત્ની હસીન જહાં પોતાની પુત્રી અને વકીલની સાથે અમરોહા પહોંચી ગઈ છે. અમરોહા પહોંચતા જ હસીન જહાં હિડોલી કોતવાલી પહોંચી અને પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી. પોલીસ તેને લઈને શમીને ઘરે પહોંચી પરંતુ ત્યાં લોક માર્યું હતું. બાદમાં શમીના કાકાના ઘરે પહોંચીને ગામ લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 

શમીના પરિવારજનો થયા ફરાર
સૂચના પ્રમાણે, શમીના પરિવારજનોને જાણવા મળ્યું કે હસીન જહાં અમરોહા પહોંચી રહી છે તો તે ઘર બંધ કરીને ફરાર થઈ ગયા. હાલમાં હસીન જહાં શમીના કાકાને ત્યાં રોકાઈ છે. મીડિયા સાથે વાત કરતા હસીને કહ્યું અમારી પુત્રી ગરમીમાં પરેશાન થઈ રહી છે અને ઘરના લોકો તાળું મારીને ફરાર થઈ ગયા છે. પોતાના સંબંધને લઈને હસીન જહાંએ કહ્યું કે તે કોઇપણ સ્થિતિમાં પોતાનો સંબંધ બચાવવા ઈચ્છે છે. તેણે કહ્યું કે, મારી તે ઈચ્છા છે કે શમીને તેની ભૂલ સમજાય અને તે પોતાની ભૂલનો સ્વીકાર કરી લે. 

શમીના ભાઈ મારી હત્યા કરાવી શકે છેઃ હસીન જહાં
હસીને કહ્યું કે, શમી માફી માંગશે તો તે માફ કરી દેશે અને ફરીથી પોતાનું ઘર વસાવી લેશે. પરંતુ શમીએ જે કામ કર્યું તે અયોગ્ય છે. હસીન જહાં સાથે તેના વકીલ અને પુત્રીની આયા પણ કોલકત્તાથી અમરોહા આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા પોલીસ તૈનાત કરવામાં આવી છે. હસીને કહ્યું કે, જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી તેનો પ્રયત્ન જારી રહેશે. મીડિયાકર્મીઓએ જ્યારે પૂછ્યું કે તમારે પોલીસની સાથે ગામમાં આવવાની જરૂર કેમ પડી તો તેણે કહ્યું શમીનો મોટો ભાઈ ક્રિમિનલ છે. તેનાથી મારા જીવનું જોખમ છે. કારણ કે તે પોતાની સાળી સાથે શમીના લગ્ન કરાવવા માંગતો હતો. પોતાની સાળી સાથે લગ્ન કરાવવા માટે તે મારી હત્યા કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news