ભારતીય ટીમના કોચ બનવા માટે જરૂરી છે આ લાયકાત અને અનુભવ, BCCIએ કરી જાહેરાત
ભારતીય ક્રિકેટ ટીમ માટે નવા કોચિંગ સ્ટાફને શોધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના માટે જરૂરી યોગ્યતા વિશે જણાવ્યું છે. આ પ્રમાણે નવા કોચની ઉંમર અને તેના અનુભવની યોગ્યતાઓ વિશે જણાવવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ મંગળવારે પુરૂષ ટીમના મુખ્ય કોચ સહિત સહયોગી સ્ટાફની નિમણુંક માટે અરજી મગાવી છે. યોગ્યતા માપદંડો અનુસાર કોચની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ જ્યારે તેને ઓછામાં ઓછો બે વર્ષનો આંતરરાષ્ટ્રીય અનુભવ હોવો જોઈએ.
બીસીસીઆઈએ સહયોગી સ્ટાફની નિમણુંકની પણ પ્રક્રિયા હાથ ધરી છે. બોર્ડે મુખ્ય કોચ સિવાય બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ, ફિઝિયોથેરેપિસ્ટ, સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચ તથા વહીવટી મેનેજરની ભરતી કરશે. જુલાઈ 2017મા રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ નિયુક્ત કરતા પહેલા બીસીસીઆઈએ નવ માપદંડો વાળા પાત્રતા દિશાનિર્દેશ આપ્યા હતા જેમાં પૂરી રીતે સ્પષ્ટતા નહતી. આ વખતે મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ અને ફીલ્ડિંગ કોચ માટે ત્રણ બિંદુઓ પાત્રતા દિશાનિર્દેશ જારી કર્યાં છે.
બીસીસીઆઈએ નિવેદનમાં કહ્યું, 'ટીમ ઈન્ડિયાના હાલના કોચિંગ સ્ટાફને નિયુક્તિ પ્રક્રિયામાં સીધો પ્રવેશ મળશે.' મુખ્ય કોચને ટેસ્ટ રમનાર દેશને ઓછામાં ઓછા બે વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ હોવો જોઈએ અથવા એસોસિએટ સભ્ય/એ ટીમ/આઈપીએલની ટીમને ત્રણ વર્ષનો કોચિંગ આપવાનો અનુભવ જોઈએ. આ સાથે ઉમેદવારે 30 ટેસ્ટ તે 50 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચ રમી હોય.
બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચ માટે પાત્રતા નિયમ સમાન છે અને માત્ર અરજીકર્તા દ્વાર રમેલી મેચોની સંખ્યામાં અંતર છે. આ ત્રણ પદ પર અરજી કરનારે ઓછામાં ઓછી 10 ટેસ્ટ કે 25 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી હોવી જોઈએ.
શું કપાશે શાસ્ત્રીનું પત્તુ? BCCIએ કોચ માટે મગાવી અરજી
ભારતના ત્રણ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી યોજાનારા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસને જોતા શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરૂણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફીલ્ડિંગ કોચ આર શ્રીધરનો કરાર વિશ્વ કપ બાદ 45 દિવસ માટે વધારી દેવામાં આવ્યો છે. આ બધા ફરી અરજી કરી શકે છે પરંતુ ટીમને નવો ટ્રેનર અને ફિઝિયો મળવો નક્કી છે કારણ કે વિશ્વકપ સેમિફાઇનલમાં ભારતની હાર બાદ શંકર બસુ અને પૈટ્રિફ ફરહાર્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
નાઇટ ક્લબની બહાર મારપીટ કરનાર યુવક બની ગયો ઈંગ્લેન્ડનો 'હીરો'
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતના ઘરેલૂ સત્રની શરૂઆત સાઉથ આફ્રિકા વિરુદ્ધ 15 સપ્ટેમ્બરથી થશે. શાસ્ત્રીને અનિલ કુંબલેનો કાર્યકાળ વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાં વચ્ચે સમાપ્ત થયા બાદ 2017મા મુખ્ય કોચ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તે 57 વર્ષીય પૂર્વ કેપ્ટન ઓગસ્ટ 2014થી જૂન 2016 સુધી ભારતીય ટીમના ડાયરેક્ટર પણ રહ્યાં હતા. ભારત પરંતુ તેમના કોચ રહેતા કોઈ મોટી આઈસીસી ટૂર્નામેન્ટ જીતી શક્યું નથી. ટીમે આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો હતો.