આલિયા ભટ્ટને નથી ઓળખતો ક્રિકેટર હર્શલ ગિબ્સ, ટ્વીટર પર થયો ટ્રોલ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટની GIF મોબાઇલ એપ અને સોશિયલ મીડિયા પર લોન્ચ કરવામાં આવી છે. હવે આ જીઆઈએફ તેના માટે માથાનો દુખાવો બની છે. 

Updated By: Aug 27, 2019, 08:51 PM IST
આલિયા ભટ્ટને નથી ઓળખતો ક્રિકેટર હર્શલ ગિબ્સ, ટ્વીટર પર થયો ટ્રોલ

નવી દિલ્હીઃ ટ્વીટર સોશિયલ મીડિયાનું એક એવુ પ્લેટફોર્મ છે જ્યાં ગમે તે વાયરલ થતાં વાર લાગતી નથી. વાત સેલિબ્રિટીની હોય તો ટ્રોલિંગથી લઈને પ્રશંસા સુધી બધુ અહીં મિનિટોમાં હિટ થઈ જાય છે. થોડા દિવસ પહેલા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના GIF મોબાઇલ એપ અને સોશિયલ મીડિયા પર લોન્ચ કરવામાં આવ્યા હતા. હવે આ GIG આલિયા ભટ્ટ માટે માથાનો દુખાવો બની ગયા છે. 14 વર્ષ ક્રિકેટના મેદાન પર ઈતિહાસ રચનારા પૂર્વ ક્રિકેટર હર્શલ ગિબ્સને તે ખ્યાલ નથી કે આલિયા ભટ્ટ કોણ છે?

હર્શલ ગિબ્સે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આલિયાની ઘણી GIF રસપ્રદ કેપ્શનની સાથે શેર કરી છે. 

થયું તેમ કે હર્શલના કોઈ ટ્વીટને ટ્વીટરે લાઇક કર્યું અને ગિબ્સે તેના પર આલિયાની GIF શેર કરતા લખ્યું કે મને નથી ખ્યાલ કે તમે એક અભિનેત્રી છો પરંતુ GIF ખૂબ સારી છે. 

ક્રિકેટરના આ ટ્વીટ બાદ આલિયાએ પોતાની વધુ એક જીઆઈએફ શેર કરી, જેમાં તે અમ્પાયરની જેમ ચોગ્ગાનો ઈશારો કરતી જોવા મળી રહી છે. તેના પર હર્શલે જવાબ આપતા લખ્યું કે, હું સિક્સમાં ડીલ કરુ છું મેડમ ચોગ્ગામાં નહીં. 

મહત્વનું છે કે 2007 આઈસીસી વિશ્વ કપમાં હર્શલ ગિબ્સે વેસ્ટ ઈન્ડિઝમાં નેધરલેન્ડ વિરુદ્ધ છ બોલ પર છ છગ્ગા ફટકાર્યાં હતા. હર્શલ ગિબ્સ વિશ્વભરમાં જાણીતો ક્રિકેટર છે અને તેના ફેન્સ પણ દુનિયાભારમાં છે.