શાહિદ અફરીદીએ પોતાની આત્મકથામાં કર્યો છે જમ્મૂ-કાશ્મીર અને અભિનંદનનો ઉલ્લેખ

શાહિદ અફરીદીએ પોતાની આત્મકથામાં કરતારપુર કોરીડોર, પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુ સેનાના પાયલોટ અભિનંદનને ભારતને પરત સોંપવા જેવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. 

શાહિદ અફરીદીએ પોતાની આત્મકથામાં કર્યો છે જમ્મૂ-કાશ્મીર અને અભિનંદનનો ઉલ્લેખ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર શાહિદ અફરીદીનું માનવું છે કે, તેના દેશના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરનો મુદ્દો હલ કરવા માટે વધુ પગલા ભરવા જોઈએ. આફરીદીએ તે પણ કહ્યું કે, 'કાશ્મીર કાશ્મીરિઓનું છે.' ના ભારતીયોનું ના પાકિસ્તાનીઓનું. પ્રથમ અને સર્વોચ્ચ તથ્ય તે છે કે કાશ્મીર, કાશ્મીરના લોકોનું છે. આફરીદીએ પોતાની આત્મકથામાં આ વિચાર વ્યક્ત કર્યા છે. પરંતુ આફરીદીએ તે પણ કહ્યું કે, વડાપ્રધાન વિશે નિવેદનબાજી કરવી આસાન છે અને તેની જેમ કામ કરવું કઠિન. 

અફરીદીની આત્મકથામાં કરતારપુર કોરીડોર અને વિંગ કમાન્ડર અભિનંદનનો ઉલ્લેખ
આફરીદીની આત્મકથાનું નામ 'ગેમ ચેન્જર' છે, જેમાં તેણે પોતાની જિંદગી, ક્રિકેટ સાથે જોડાયેલી કહાનિઓ વ્યક્ત કરી છે. 'ગેમ ચેન્જર'ને શાહિદ અફરીદીએ પત્રકાર વઝાહત એસ ખાનની સાથે મળીને લખી છે, અને હાર્પર કોલિન્સ ઈન્ડિયા ઇન્પ્રિન્ટ હૉર્પર સ્પોર્ટ્સે તેને પ્રકાશિક કરી છે. શાહિદ અફરીદીએ કહ્યું કે, ઇમરાન ખાનનું નવું પાકિસ્તાન, ભારતની સાથે કેવા સંબંધો બનાવી રહ્યાં છે તેનો મોટો પ્રશંસક છે. અફરીદીએ પોતાના પુસ્તકમાં કરતારપુર કોરીડોર, પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુ સેનાના પાયલોટ અભિનંદનને પરત ભારતને સોંપવાની ઘટનાઓનો ઉલ્લેખ પણ કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news