MELBOURNE માં હવે SACHIN TENDULKAR અને VIRAT KOHLI ના નામથી બનશે ઘરનું એડ્રેસ

ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટ પ્રેમી બિલ્ડરે મેલબર્નમાં પોતાના તમામ રેસિડેન્શિયલ એરિયાના રસ્તાનું નામ અને ઘરોનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખ્યા છે. પરંતુ, એમ. એસ. ધોનીના નામની પરમિશન નહીં મળી.

MELBOURNE માં હવે SACHIN TENDULKAR અને VIRAT KOHLI ના નામથી બનશે ઘરનું એડ્રેસ

નવી દિલ્લીઃ ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટ પ્રેમી બિલ્ડરે મેલબર્નમાં પોતાના તમામ રેસિડેન્શિયલ એરિયાના રસ્તાનું નામ અને ઘરોનું નામ ભારતના દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખ્યા છે. પરંતુ, એમ. એસ. ધોનીના નામની પરમિશન નહીં મળી. ઓસ્ટ્રેલિયન્સ પણ ક્રિકેટના એટલા જ ગાંડા છે જેટલા ભારતીય લોકો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ દુનિયાની એક મજબૂત અને સફળ ટીમોમાંથી એક છે. જ્યારે, મેલબર્ન શહેરની વાત કરવામાં આવે તો ક્રિકેટ વગર તે અધૂરી છે.

ક્રિકેટના દિવાના છે મેલબર્નના લોકો
મેલબર્ન સિટીમાં ક્રિકેટને લઈને કઈ અલગ જ પ્રકારનો ક્રેઝ છે. આ શહેરમાં થોડા સમયમાં લોકોના ઘરના એડ્રેસ વિરાટ કોહલી, સચીન તેંડુલકર જેવા દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી સાંભળવા મળશે.

તેંડુલકરના નામથી એડ્રેસ
મેલબર્નના સેટેલાઇટ સિટી રોકબેક ખાતે એક હાઉસિંગ કોમ્પલેક્ષ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં, શેરીઓના નામ દિગ્ગજ ક્રિકેટરોના નામ પરથી રાખવામાં આવ્યાં છે. ત્યારે, 'તેંડુલકર ડ્રાઈવ', 'કોહલી ક્રેસન્ટ' અને 'દેવ ટેરેસ' જેવા નામ અહીંના ખરીદદારોને આકર્ષિત કરી રહ્યા છે.

— England's Barmy Army (@TheBarmyArmy) May 24, 2021

 

કોહલીના નામે સૌધી મોંઘા વિસ્તારનું નામ
એકોલેડ એસ્ટેટ દ્વાક નિર્માણ પામી રહેલી જગ્યા રસી વેન્ચરના હાથમાં છે. જેના આર્કિટેક્ટ ખુર્રમ સઈદ ક્રિકેટના મોટા ચાહક છે. તેમણે કહે છે કે અગાઉ મેલબર્ન શહેરની મેલ્ટન કાઉન્સિલને 60 ક્રિકેટરોના નામ મોકલવામાં આવ્યા હતા. જેમાં, અમને તેંડુલકર અને કોહલીના નામે મંજૂરી મળી છે. સઇદે કહ્યું, "ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી મારા સૌથી પ્રિય બેટ્સમેન છે અને મેં અહીંના સૌથી મોંઘા વિસ્તારના રસ્તાનું નામકરણ તેમના નામથી કર્યું છે."

ધોનીના નામને નહીં મળી મંજૂરી
સઈદે જણાવ્યું કે, મેલ્ટન કાઉન્સિલને ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની તેમજ રાહુલ ડ્રવિડનું નામ પણ આપવામાં આવ્યું હતું. પણ કોઈ કારણોસર તેમના નામની મંજૂરી નથી મળી.

અન્ય વિદેશી ખેલાડીઓના નામે પણ છે એડ્રેસ
સઈદે કહ્યું કે આ સંકુલમાં રસ્તાઓ અને ગલ્લીઓના નામ અન્ય ઘણા વિદેશી ક્રિકેટરોના નામ પર પણ રાખવામાં આવ્યા છે. તેમાં 'વો સ્ટ્રીટ', 'મિયાંદાદ સ્ટ્રીટ', 'એમ્બ્રોઝ સ્ટ્રીટ', 'સોબર્સ ડ્રાઇવ', 'કાલિસ વે', 'હેડલી સ્ટ્રીટ' અને 'અકરમ વે' શામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news