રેકોર્ડ હેટ્રિક ઝડપ્યા બાદ શું બોલ્યો દીપક ચાહર, જાણો

ઐતિહાસિક હેટ્રિક ઝડપ્યા બાદ યુવા ફાસ્ટ બોલરે કહ્યું, 'મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. તે મારા સપનામાં સામેલ પણ રહ્યું નથી. હું અહીં પહોંચવા માટે બાળપણથી મહેનત કરી રહ્યો છું.  

Updated By: Nov 11, 2019, 02:45 PM IST
રેકોર્ડ હેટ્રિક ઝડપ્યા બાદ શું બોલ્યો દીપક ચાહર, જાણો

નાગપુરઃ ફાસ્ટ બોલર દીપચ ચાહરે બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં હેટ્રિક ઝડપીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. મેચ બાદ જ્યારે તેને હેટ્રિક વિશે પૂછવામાં આવ્યું તો તેણે અલગ અંદાજમાં જવાબ આપ્યો હતો. તેણે કહ્યું કે, આશા હતી કે સારૂ પ્રદર્શન કરીશ, પરંતુ ક્યારેય હેટ્રિક ઝડપીશ કે આ પ્રકારનું પ્રદર્શન કરીશ તેમ સપનામાં પણ વિચાર્યું નહતું. મહત્વનું છે કે તેની ઘાતક બોલિંગની મદદથી ભારતીય ટીમે બાંગ્લાદેશને 30 રનથી હરાવીને સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી. 

ઐતિહાસિક હેટ્રિક ઝડપ્યા બાદ યુવા ફાસ્ટ બોલરે કહ્યું, 'મેં ક્યારેય આ વિશે વિચાર્યું નહતું. તે મારા સપનામાં સામેલ પણ રહ્યું નથી. હું અહીં પહોંચવા માટે બાળપણથી મહેનત કરી રહ્યો છું. કેપ્ટન રોહિત શર્માએ મહત્વના સમય પર મારી પાસે બોલિંગ કરાવવાનો પ્લાન કર્યો હતો અને ટીમ મેનેજમેન્ટની પણ આ ઈચ્છા હતી.' તેણે કેપ્ટનના વિશ્વાસને સાકાર કરવા વિશે કહ્યું, જ્યારે કેપ્ટને જવાબદારી આપી છે તો તેને નિરાશ કરવા ઈચ્છતો નથી. મેં મારૂ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કર્યો હતો. 

આ રીતે કરી છે બોલિંગનું પ્લાનિંગ
પોતાના બોલિંગ પ્લાન વિશે વાત કરતા તેણે જણાવ્યું, 'હું હંમેશા આગામી બોલ પર ફોકસ કરુ છું. હું આમ ત્યાં સુધી કરતો રહુ છું જ્યાં સુધી મારી ઓવર પૂરી થઈ જતી નથી.' મેન  ઓફ ધ મેચ ચાહરે આ મેચમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ સાથે તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલર બની ગયો છે. 

INDvsBAN: દીપક ચાહરે એક ઝટકે તોડ્યા 5 રેકોર્ડ, ટી20ના બેસ્ટ બોલર બન્યા

પ્રભાવશાળી પ્રદર્શન
આ સિવાય, તે એક મેચમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ ઝડપનાર ચોથો ભારતીય બોલર બન્યો હતો. ચાહરે મેચમાં 3.2 ઓવર કરી અને અંતિમ ત્રણ બોલ પર ત્રણ વિકેટ ઝડપીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. 

જુઓ Live TV