492900000 રૂપિયા...ICCએ WTC ફાઈનલની ઇનામી રકમ કરી બમણી, ભારતીય ટીમ પણ માલામાલ
WTC 2025 Final Prize Money : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મોટી મેચ પહેલા ICCએ ઈનામી રકમની જાહેરાત કરી દીધી છે.
Trending Photos
WTC 2025 Final Prize Money : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટી જાહેરાત કરી છે. ICCએ 2023-25 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ માટે ઇનામી રકમમાં વધારો કર્યો છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઇનલ મેચના વિજેતાને હવે રેકોર્ડ બ્રેક ઇનામી રકમ મળશે. આ વખતે ઈનામની રકમ ગઈ વખત કરતા બમણી કરતાં વધુ છે. ફાઇનલ મેચ 11થી 15 જૂન દરમિયાન લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ICCના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખુશીની લહેર છે.
ICCએ ઈનામી રકમ બમણી કરી
ICCએ જણાવ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ફાઇનલ માટે કુલ ઇનામ 5.76 મિલિયન યુએસ ડોલર એટલે કે 49.27 કરોડ રૂપિયા છે. આ છેલ્લા બે વખત કરતાં ઘણી વધારે છે. ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચેમ્પિયન ટીમને 3.6 મિલિયન મિલિયન યુએસ ડોલર મળશે. આ 2021 અને 2023માં આપવામાં આવેલા 1.6 મિલિયન યુએસ ડોલર કરતાં ઘણી વધારે છે. રનર-અપ ટીમને 2.16 મિલિયન યુએસ ડોલર મળશે, જે અગાઉ 8 લાખ યુએસ ડોલરથી વધુ છે.
જય શાહે કરી જાહેરાત
આ જાહેરાત પર બોલતા ICC ચેરમેન જય શાહે કહ્યું, 'અમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખૂબ જ રસપ્રદ ત્રીજો રાઉન્ડ જોયો. ફાઇનલમાં પહોંચનારી ટીમો અંત સુધી નક્કી થઈ શકી નહોતી. તેમણે વધુમાં કહ્યું, 'આ ચેમ્પિયનશિપમાં વિવિધ ટીમોના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. પરિણામ એ આવ્યું છે કે બે શ્રેષ્ઠ ટીમો ફાઇનલમાં પહોંચી છે. આ જ ક્રિકેટનો સાચો ઉત્સવ છે. મને ખાતરી છે કે લોર્ડ્સના દર્શકો અને દુનિયાભરના ચાહકોને શાનદાર ક્રિકેટ જોવા મળશે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો એક મહિના કરતાં ઓછા સમયમાં મેદાનમાં ઉતરશે.
ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 માટે ઈનામની રકમ
- વિજેતા (ઓસ્ટ્રેલિયા/દક્ષિણ આફ્રિકા) : 36,00,000 US ડોલર
- રનર-અપ (ઓસ્ટ્રેલિયા/દક્ષિણ આફ્રિકા) : 21,60,000 US ડોલર
- ત્રીજું સ્થાન (ભારત) : 14,40,000 US ડોલર
- ચોથું સ્થાન (ન્યુઝીલેન્ડ) : 12,00,000 US ડોલર
- પાંચમું સ્થાન (ઇંગ્લેન્ડ) : 9,60,000 US ડોલર
- છઠ્ઠું સ્થાન (શ્રીલંકા) : 8,40,000 US ડોલર
- 7મું સ્થાન (બાંગ્લાદેશ) : 7,20,000 US ડોલર
- 8મું સ્થાન (વેસ્ટ ઇન્ડીઝ) : 6,00,000 US ડોલર
- 9મું સ્થાન (પાકિસ્તાન) : 4,80,000 US ડોલર
આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતનાર ટીમને મોટી રકમ મળવાની છે. આનાથી ટેસ્ટ ક્રિકેટને વધુ પ્રોત્સાહન મળશે. ઉપરાંત, ખેલાડીઓને સારું પ્રદર્શન કરવાની પ્રેરણા પણ મળશે. ક્રિકેટ ચાહકોને આશા છે કે ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે