થઈ ગયું નક્કી... આ એપ પર જોવા મળશે T20 વર્લ્ડ કપ 2026, ICCએ ફેન્સને આપી ખુશખબર
ICC T20 World Cup 2026: આઈસીસી T20 વર્લ્ડ કપ 2026નો ક્રેઝ ભારતમાં મહિનાઓ અગાઉથી છવાવા લાગ્યો છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સથી ફેન્સ ચિંતિત હતા. હાલમાં સમાચાર આવ્યા હતા કે મોટી રકમની માંગને કારણે JioHotstarએ T20 વર્લ્ડ કપ 2026ના લાઇવ સ્ટ્રીમિંગ કરવાથી ખસી ગયું છે, જ્યારબાદ હોબાળો મચી ગયો હતો. હવે ICCએ પણ આ મુદ્દે પ્રેસ રિલીઝ જાહેર કરી છે.
Trending Photos
)
ICC T20 World Cup 2026: આઈસીસી T20 વર્લ્ડ કપ 2026નો ક્રેઝ ભારતમાં મહિનાઓ અગાઉથી છવાવા લાગ્યો છે. પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સથી ફેન્સ ચિંતિત હતા. હાલમાં સમાચાર આવ્યા હતા કે મોટી રકમની માંગને કારણે JioHotstarએ T20 વર્લ્ડ કપ 2026ના લાઇવ સ્ટ્રીમિંગ કરવાથી ખસી ગયું છે, જ્યારબાદ હોબાળો મચી ગયો હતો. હવે ICCએ પણ આ મુદ્દે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેમાં કન્ફર્મ થઈ ગયું છે કે, આખરે કઈ એપ પર ફેન્સ T20 વર્લ્ડ કપ 2026નો આનંદ માણી શકાશે.
ICCએ તોડ્યું મૌન
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને JioStarએ તાજેતરના મીડિયા રિપોર્ટ્સ પર પૂર્ણવિરામ મૂકતા એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. જેમાં મીડિયા પાર્ટનરશિપની સ્થિતિની અફવાઓને ફગાવી દેવામાં આવી છે. ICC અને JioStarએ સ્પષ્ટ કર્યું કે, તેમની વચ્ચે થયેલો વર્તમાન કરાર સંપૂર્ણપણે લાગુ છે અને JioStar ભારતમાં ICCના સત્તાવાર મીડિયા રાઇટ્સ પાર્ટનર તરીકે ચાલુ રહેશે.
ICCની મીડિયા રિલીઝ
ICCએ મીડિયા રિલીઝમાં લખ્યું કે, 'ICC અને JioStarએ ભારતમાં ICCના મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટના સ્ટેટસ વિશેના હાલના મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન આપ્યું છે. આ રિપોર્ટ્સ કોઈપણ સંસ્થાની સ્થિતિને દર્શાવતા નથી. ICC અને JioStar વચ્ચેનો વર્તમાન કરાર સંપૂર્ણપણે લાગુ છે અને JioStar ભારતમાં ICCનો ઓફિશિયલ મીડિયા રાઇટ્સ પાર્ટનર તરીકે ચાલુ રહેશે. એવું કહેવું ખોટું છે કે, JioStarએ કરારમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.'
વર્લ્ડ ક્લાસ કવરેજ પર ધ્યાન
રિલીઝમાં આગળ લખવામાં આવ્યું છે કે, 'JioStar તેના કરારની શરતોને સંપૂર્ણપણે પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. બન્ને સંસ્થાઓ ભારતભરના ફેન્સને આગામી ICC ઇવેન્ટ્સનું અવિરત વર્લ્ડ-ક્લાસ કવરેજ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ પણ શામેલ છે, જે રમતની સૌથી વધુ રાહ જોવાતી ગ્લોબલ ટુર્નામેન્ટ્સમાંથી એક છે. આ ઇવેન્ટ્સની તૈયારીઓ બિલકુલ પ્લાન મુજબ ચાલી રહી છે અને દર્શકો, એડવર્ડટાઈઝર્સ અથવા ઈન્ડસ્ટ્રી પાર્ટનર્સ પર તેની કોઈ અસર થઈ રહી નથી. ICC અને JioStar લાંબા સમયના કોમર્શિયલ પાર્ટનર્સ તરીકે ઓપરેશનલ, કોમર્શિયલ અને સ્ટ્રેટેજિક બાબતો પર નિયમિત વાતચીત કરતા રહે છે, જે આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે પાર્ટનરશિપ રમતને આગળ વધારવામાં શું ભૂમિકા ભજવી શકે છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














