2022 સુધી ટળી શકે છે ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ, કાલે ICCની બેઠકમાં થશે જાહેરાત


વિશ્વકપ ટાળવાનું મુખ્ય કારણ ભારતમાં ઓક્ટોબર 2021માં એક ટી20 વિશ્વકપ રમાવાનો છે અને એક વર્ષમાં એક ફોર્મેટના બે વિશ્વકપનું આયોજન કરવું અયોગ્ય લાગે છે. 

2022 સુધી ટળી શકે છે ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ, કાલે ICCની બેઠકમાં થશે જાહેરાત

દુબઈઃ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટી20 વિશ્વકપ (ICC T20 World Cup 2020)નું ભવિષ્ય લગભગ નક્કી થઈ ચુક્યું છે. કોવિડ-19 મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ આ ટૂર્નામેન્ટને 2022 સુધી ટાળવાનું મન બનાવી લીધું છે. માનવામાં આવી રહ્યું છે કે હાલની સ્થિતિમાં બધા હિતધારકોનો ખ્યાલ રાખતા બોર્ડના સભ્યોની 28 મેએ યોજાનારી બેઠકમાં તેની સાથે જોડાયેલી ઔપચારિક જાહેરાત કરી દેવામાં આવશે. 

વિશ્વકપ ટાળવાનું મુખ્ય કારણ ભારતમાં ઓક્ટોબર 2021માં એક ટી20 વિશ્વકપ રમાવાનો છે અને એક વર્ષમાં એક ફોર્મેટના બે વિશ્વકપનું આયોજન કરવું અયોગ્ય લાગે છે. વર્તમાન બજાર દ્રષ્ટિકોણ પણ 6 મહિનાની અંદર બે વિશ્વકપ માટે તૈયાર નથી. યજમાન બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટસ માટે આ ચિંતાનો વિષય છે. 

સ્ટાર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે જો ભારતમાં ઓક્ટોબરમાં આઈપીએલ થાય છે તો તેવામાં 6 મહિનામાં બે આઈપીએલ અને 2021માં 2 વિશ્વકપ પ્રસારિત કરવા સરળ નથી. માર્કેટ આ સમયે તેના નીચલા સ્તર પર છે અને તેવામાં તે તેના સમર્થનની સ્થિતિમાં નથી. તેને ધ્યાનમાં રાખીને હાલના ટી20 વિશ્વકપને 2022માં કરાવી શકાય છે. એટલે કે ટૂર્નામેન્ટ સ્થગિત કરવામાં આવશે રદ્દ નહીં. તેનો મતલબ છે કે ક્રિકેટનું બજાર તેનાથી ખરાબ રીતે પ્રભાવિત થશે નહીં, સાથે 2022માં કોઈ અન્ય વર્લ્ડ ઇવેન્ટ પણ નથી. 

ભારત 2021માં એક ટી20 વિશ્વકપની યજમાની કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા 2022માં ટી20 વિશ્વકપ કરાવશે અને પછી 2023માં 50 ઓવરોનો વિશ્વકપ ભારતમાં રમાશે. આ વિચાર બજારની ચિંતાઓ સાથે જોડાયેલા છે અને સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી 28 મેએ આઈસીસીની બેઠકમાં આ યોજનાનું સમર્થન કરશે. 

ઉત્તરાખંડના જંગલોમાં આગ પર યોગેશ્વર દત્તે વ્યક્ત કરી ચિંતા, જાણો શું કહ્યું

તેવામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ કરાવવાની શક્યતા વધી ગઈ છે. બીસીસીઆઈ અથવા પ્રસારણકર્તા હાલ કંઇ કહી રહ્યાં નથી અને સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. બીસીસીઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જૌહરી કહી ચુક્યા છે કે આ મામલામાં ભારત સરકાર અમારૂ માર્ગદર્શન કરશે. અમે સરકારના દિશાનિર્દેશોનું પાલન કરીશું. વ્યાવહારિક રૂપથી ક્રિકેટની ગતિવિધિઓ ચોમાસા બાદ શરૂ થશે.

જો વાયરસની સ્થિતિ નિયંત્રણથી બહાર જાય નહીં તો ઓક્ટોબરમાં આઈપીએલ કરાવી શકાય છે. તેની સાથે જોડાયેલી ઔપચારિક જાહેરાત જુલાઈમાં થઈ શકે છે. પરંતુ આ બધી વાતો દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર નિર્ભર કરે છે. વિશ્વભરના સર્વશ્રેષ્ઠ ખેલાડી આઈપીએલમાં રમે છે અને તેની સુરક્ષા સર્વોચ્ચ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news