)
Women world Cup: મહિલા વનડે વિશ્વકપ 2025ના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી મેચ મુંબઈના ડીવાઇ પાટિલ સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. બેંગલુરૂ ભાગદોડ મામલા બાદ કર્ણાટક સરકારે કડક વલણ અપનાવ્યું છે, તેના કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમને વિશ્વકપની મેચોનું આયોજન કરવાની મંજૂરી મળી નહોતી. વિશ્વકપ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ 2 નવેમ્બરે રમાશે.
સ્થળમાં ફેરફાર છતાં ટૂર્નામેન્ટની તારીખોમાં કોઈ ફેરફાર થયો નથી. પહેલાની જેમ વિશ્વકપની મેચ ભારત અને શ્રીલંકામાં રમાશે. હવે વિશ્વકપ માટે પાંચ મેદાનોના નામ ACA સ્ટેડિયમ (ગુવાહાટી), હોલ્કર સ્ટેડિયમ (ઈન્દોર), ડીવાઈ પાટિલ સ્ટેડિયમ (નવી મુંબઈ), ADA-VDCA સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) અને આર પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) છે.
ભારતનો કાર્યક્રમઃ
૩૦ સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા, ગુવાહાટી
૫ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૯ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ
૧૨ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ
૧૯ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઇન્દોર
૨૩ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, નવી મુંબઈ
૨૬ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, નવી મુંબઈ
મહિલા ODI વિશ્વકપ 2025નો કાર્યક્રમ
૩૦ સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ શ્રીલંકા, ગુવાહાટી
૧ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, ઇન્દોર
૨ ઓક્ટોબર: બાંગ્લાદેશ વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૩ ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી
૪ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો
૫ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૬ ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઇન્દોર
૭ ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, ગુવાહાટી
૮ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૯ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ
૧૦ ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ બાંગ્લાદેશ, ગુવાહાટી
૧૧ ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો
૧૨ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ
૧૩ ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બાંગ્લાદેશ, વિશાખાપટ્ટનમ
૧૪ ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો
૧૫ ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૧૬ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ, વિશાખાપટ્ટનમ
૧૭ ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો
૧૮ ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૧૯ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઇન્દોર
૨૦ ઓક્ટોબર: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ, નવી મુંબઈ
૨૧ ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૨૨ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઇન્દોર
૨૩ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, નવી મુંબઈ
૨૪ ઓક્ટોબર: શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
૨૫ ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઇન્દોર
૨૬ ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, વિશાખાપટ્ટનમ
૨૬ ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, નવી મુંબઈ
નોકઆઉટ મેચો:
૨૯ ઓક્ટોબર: સેમિફાઇનલ ૧, ગુવાહાટી/કોલંબો
૩૦ ઓક્ટોબર: સેમિફાઇનલ ૨, નવી મુંબઈ
૨ નવેમ્બર: ફાઇનલ, નવી મુંબઈ/કોલંબો