IND vs AUS Boxing Day Test: મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, સિરીઝ 1-1થી બરાબર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો ચોથા દિવસ ભારત માટે લકી નીકળ્યો. ભારતે મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. ભારત હવે સિરીઝમાં 1-1 ની બરાબરી પર છે. 

IND vs AUS Boxing Day Test: મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, સિરીઝ 1-1થી બરાબર

નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોક્સિંગ ડે ટેસ્ટનો ચોથા દિવસ ભારત માટે લકી નીકળ્યો. ભારતે મેચમાં ઐતિહાસિક જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા 103.1 ઓવરમાં 200 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત પર 69 રનની લીડ મળી. આ સાથે ભારતે હવે જીતવા માટે 70 રન કરવાના હતા જે ભારતે માત્ર બે વિકેટ ગુમાવીને કરી લીધા. ભારત હવે સિરીઝમાં 1-1 ની બરાબરી પર છે. 

શુભમન અને રહાણેએ અપાવી જીત
ડેબ્યુ કરી રહેલા શુભમન ગીલે કેપ્ટન અજિંક્ય રહાણેની સાથે મળીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા. ભારતની 2 વિકેટ ફક્ત 19 રન પર પડી ગઈ હતી. પરંતુ ત્યારબાદ આ બંનેએ જોરદાર રમતનું પ્રદર્શન કરીને ટીમને જીત અપાવી. 

વળી પાછા ફેલ ગયા અગ્રવાલ અને પુજારા
ટીમ ઈન્ડિયા તરફથી લક્ષ્યાંકનો પીછો કરવા શુભમન ગીલ અને મયંક અગ્રવાલ મેદાન પર ઉતર્યા. જો કે 5 રનના અંગત સ્કોર પર મયંક અગ્રવાલ આઉટ થઈ ગયો. ત્યારબાદ ચેતેશ્વર પૂજારા પણ 3 રન બનાવીને આઉટ થતા ભારતને ઉપરાઉપરી બે ઝટકા મળ્યા. 

200 રનમાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ
બીજા દાવમાં ભારતની દમદાર બોલિંગ સામે ઘૂંટણિયા ટેકતા ઓસ્ટ્રેલિયા 200 રનમાં ઓલઆઉટ થઈ ગયું. 

લોયન પણ આઉટ
નાથન લોયલ ઓસ્ટ્રેલિયા માટે વધુ રન જોડી શક્યો નહી અને મોહમ્મદ સિરાજે તેને 7 રનના અંગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો.

ગ્રીન પણ પેવેલિયન ભેગો
બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવનારા કેમરન ગ્રીન આઉટ થઈ ચૂક્યા છે. તેમને મોહમ્મદ સિરાજે 45 રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગા કર્યા. 

કમિન્સ આઉટ
ચોથા દિવસે ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા જસપ્રીત બુમરાહે અપાવી. તેમણે  પેટ કમિન્સને 22 રનના અંગત સ્કોર  પર આઉટ કરી દીધો. 

— cricket.com.au (@cricketcomau) December 29, 2020

ગ્રીન-કમિન્સની ભાગીદારી
કેમરન ગ્રીન અને પેટ કમિન્સ વચ્ચે 57 રનની મહત્વની ભાગીદારી થઈ જેના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ લીડ મેળવી. 

ત્રીજી દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર 133
ઓસ્ટ્રેલિયાએ સોમવારે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે છ વિકેટના નુકસાન પર 133 રન કર્યા હતા. આ સાથે મેજબાન ટીમને બે રનની લીડ મળી હતી. ભારતે પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાને 195 રન પર ઓલઆઉટ કરી દીધુ હતુ. ત્યારબાદ પોતાની પહેલી ઈનિંગમાં 326 રન બનાવીને 131 રનની લીડ લીધી. ત્રીજા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે કેમરન ગ્રીન 17 અને પેટ કમિન્સ 15 રન બનાવીને રમતમાં હતા. 

ભારત પહેલા દાવમાં 326 રન પર ઓલઆઉટ
ભારતે પોતાના પહેલા દાવમાં 326 રન બનાવ્યા, જસપ્રીત બુમરાહ (0) છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. મહેમાન ટીમ માટે કેપ્ટન અજિંક્ય રહાણેએ સૌથી વધુ 112 રન કર્યા જ્યારે રવિન્દ્ર જાડેજાએ 57 રનનું યોગદાન આપ્યું. બંનેએ મળીને છ વિકેટ માટે 100 રન જેટલી ભાગીદારી કરી. ઓસ્ટ્રેલિયા માટે પેસર મિશેલ સ્ટાર્ક અને સ્પિનર નાથન લિયોને 3-3 વિકેટ લીધી. જ્યારે પેટ કમિન્સને 2 વિકેટ મળી. જોશ હેજલવુડે પણ એક વિકેટ લીધી. 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને લીધી હતી બેટિંગ, પહેલા દાવમાં 195 રન
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને  ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તેનો પહેલો દાવ પહેલા જ દિવસે 195 રનમાં સમેટાઈ ગયો. પેસર જસપ્રીત બુમરાહ અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને કમાલનું પ્રદર્શન કર્યું અને બંનેએ મળીને 7 વિકેટ લીધી. બુમરાહે 56 રન આપીને 4 વિકેટ  લીધી જ્યારે અશ્વિને 25 રનમાં 3 વિકેટ લીધી. ડેબ્યુ મેચ રમી રહેલા પેસર મોહમ્મદ સિરાજે 40 રન આપીને બે વિકેટ લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news