ગુજરાતી ન્યૂઝSportsIND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શમી વિશે ખરાબ સમાચાર; લાગી શકે છે ભારતને આંચકો

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શમી વિશે ખરાબ સમાચાર; લાગી શકે છે ભારતને આંચકો

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મોહમ્મદ શમી વિશે એક મોટી અપડેટ સામે આવી છે. ભારતીય ટીમને મોટો ઝટકો લાગી શકે છે.

IND vs ENG: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે શમી વિશે ખરાબ સમાચાર; લાગી શકે છે ભારતને આંચકો

IND vs ENG: ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવા જઈ રહી છે. IPL 2025 પછી ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આગામી ટેસ્ટ સીરિઝ પહેલા નિવૃત્તિની જાહેરાત કરી છે. એવામાં ભારતીય ટીમ પહેલા કરતા નબળી પડી ગઈ છે. હવે ભારતના અનુભવી બોલર મોહમ્મદ શમી વિશે ખરાબ સમાચાર આવી રહ્યા છે. આ ભારત માટે પણ મોટો આંચકો બની શકે છે.

મોહમ્મદ શમી વિશે મોટી અપડેટ
અહેવાલ મુજબ, અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી BCCIની મેડિકલ ટીમને મનાવવામાં નિષ્ફળ ગયો છે. પસંદગીકારોને મોહમ્મદ શમીની સર્જરી બાદ તેની ફિટનેસમાં ઘટાડો થવા વિશે જણાવવામાં આવ્યું છે. પસંદગીકારોને મોહમ્મદ શમીની ફિટનેસ પર શંકા છે અને તેઓ આશ્ચર્યચકિત છે કે શું આ અનુભવી ખેલાડી ઇંગ્લેન્ડમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે કારણ કે લાંબા સ્પેલ ફેંકવાની તેની ક્ષમતા પર પ્રશ્નાર્થ છે.

Add Zee News as a Preferred Source

અહેવાલો અનુસાર પસંદગીકારો ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ઝડપી બોલર અર્શદીપ સિંહ અને અંશુલ કંબોજ પર નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. પસંદગીકારો કયા ખેલાડીઓને તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

શમી લાંબા સમય પછી પાછો ફર્યો હતો
2023ના વર્લ્ડ કપ ફાઇનલ રમ્યા બાદ મોહમ્મદ શમી લગભગ 14 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેમની સર્જરી થઈ હતી. આ કારણે શમીએ 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો ન હતો. આ ઉપરાંત તે IPL 2024 નો પણ ભાગ નહોતો. જોકે, ત્યારબાદ શમી ઇંગ્લેન્ડ સામે રમાયેલી 5 મેચની T20 સીરિઝ દ્વારા ભારતીય ટીમમાં પાછો ફર્યો. આ પછી તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પણ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. પરંતુ શમી અપેક્ષા મુજબ સારું પ્રદર્શન કરી શક્યો નહીં. શમીનું તાજેતરનું પ્રદર્શન પણ સારું રહ્યું નથી. તેણે 9 મેચમાં 6 વિકેટ લીધી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news