Ahmedabad Pitch Controversy: ICC ની સજાથી બચી શકે છે Narendra Modi Stadium, ચોથી ટેસ્ટ માટે આ હોઇ શકે છે વિકેટ

ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે પિંક બોલ ટેસ્ટ 2 દિવસમાં પૂર્ણ થયા બાદ અમદાવાદની પિચને (Ahmedabad Pitch) લઇને ઘણો વિવાદ સર્જાયો છે. તેમ છતાં આઈસીસી (ICC) પાસથી કોઈ ગંભીર સજા મળવાની આશંકા નથી કેમ કે, છેલ્લી ટેસ્ટમાં પિચ બેટ્સમેનને અનુકૂળ હોવાની આશા છે.
Ahmedabad Pitch Controversy: ICC ની સજાથી બચી શકે છે Narendra Modi Stadium, ચોથી ટેસ્ટ માટે આ હોઇ શકે છે વિકેટ

નવી દિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે પિંક બોલ ટેસ્ટ 2 દિવસમાં પૂર્ણ થયા બાદ અમદાવાદની પિચને (Ahmedabad Pitch) લઇને ઘણો વિવાદ સર્જાયો છે. તેમ છતાં આઈસીસી (ICC) પાસથી કોઈ ગંભીર સજા મળવાની આશંકા નથી કેમ કે, છેલ્લી ટેસ્ટમાં પિચ બેટ્સમેનને અનુકૂળ હોવાની આશા છે.

ભારત 4 ટેસ્ટ મેચની સિરીઝમાં (Test Match Series) 2-1 થી આગળ છે અને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની (ICC World Test Championship) ફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે ભારતે છેલ્લી ટેસ્ટમાં માત્ર ડ્રો કરવાની જરૂરિયાત છે. આ વખતે સ્પિન અનુકૂળ પિચની સંભાવનના ઓછી છે કેમ કે, ઘરેલું ટીમ પિચને લઇને કોઈ જોખમ ઉઠાવવા ઇચ્છતી નથી.

આ મામલે જાણકારી રાખનાર બીસીસીઆઈના (BCCI) એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે, સારી પિચની આશા છે. જે નક્કર હોય અને સમાન બાઉન્સ મળે. તે બેટિંગને અનુકૂળ હશે અને અહીં પારંપરિક લાલ બોલ ટેસ્ટ મેચ યોજાશે તેથી અહીં 4 થી 8 માર્ચ સુધી યોજાનાર મેચમાં મોટો સ્કોર થવાની આશા વ્યક્ત કરવામાં આવી શકે છે.

બીસીસીઆઇના (BCCI) ટોપ અધિકારીઓ સાથે ટીમ મેનેજમેન્ટ પણ સમજે છે કે, ધૂળથી ભરેલી વધુ એક પિચ નવા વેન્યૂ માટે સારી નથી જેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) અને આઇસીસી ટી-20 વર્લ્ડ કપ (ICC T20 World Cup) દરમિયાન ઘણી મહત્વપૂર્ણ મેચ હોસ્ટ થવાની સંભાવનાઓ છે.

બીસીસીઆઇ (BCCI) અધિકારીએ કહ્યું, જો એક જ વેન્યૂ પર 2 મેચ થાય છે તો તમે એક પરિણામને અલગ કરી શકતા નથી. છેલ્લી ટેસ્ટ (Test Match) થાય અને ત્યારબાદ જ મેચ રેફરી જવાગલ શ્રીનાથના (Javagal Srinath) રિપોર્ટ આધારે આઇસીસી (ICC) પોતાની કાર્યવાહીને લઇને નિર્ણય કરશે. સાથે અત્યાર સુધી ઇંગ્લેન્ડની ટીમે (England Team) પણ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવી નથી.

જો એક જ વેન્યૂ પર એક સારી અને એક ખરાબ પિચ હોય તો આઇસીસી દ્વારા કાર્યવાહી કરવાની સંભાવના નથી. ભારત આ સિરીઝને 3-1 થી પોતાના નામે કરી ખુશ થશે પરંતુ ટીમને પરિણામ લાવનાર સ્પિન માટે અનુકૂળ પિચની જરૂરિયાત નથી કેમ કે, તેમના માટે ડ્રો મેચ પૂરતી છે. સાથે જ ભારતીય ટીમ મેનેજમેન્ટ એવી પિચ નથી ઇચ્છતી જેના પર ખુબ જ મહત્વની મેચ રમતા તેમને નુકસાનનો સામનો કરવો પડે.

તેમણે કહ્યું, પિંક બોલ ટેસ્ટ સારી હતી કેમ કે, આ બોલથી વધારે જોડાયેલો મામલો હતો. બોલ પિચ પર પછડાઈને ઝડપથી આવી રહ્યો હતો જ્યારે પિચમાં કોઈ સમસ્યા નહોતી. જેવું ઇંગ્લેન્ડના ઘણા પૂર્વ ખેલાડીઓ કહી રહ્યા છે. તે સીધા બોલનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા, પરંતુ આ પ્રકારની પિચ પોતાના માટે પણ ભારે પડી શકે છે અને બીસીસીઆઇને તેની સંપૂર્ણ જાણકારી છે.

આગામી ટેસ્ટના ટીમ કોમ્બિનેશનમાં ફેરફાર થશે કેમ કે, જસપ્રીત બુમરાહને વ્યક્તિગત કારણથી આગામી ટેસ્ટમાં રમવા માટે મંજૂરી આપવામાં આવી નથી. મોહમ્મદ સિરાઝની છેલ્લી ટેસ્ટમાં ઇશાંત શર્માના નવા બોલથી સાથ નિભાવવાની આશા ઉમેશ યાદવ કરતા વધુ છે. જ્યારે ત્રણેય સ્પિનરોનું રમવાનું નક્કી છે. વોશિંગટન સુંદર શ્રેષ્ઠ બેટિંગ ક્ષમતા છેલ્લી ટેસ્ટમાં મિડલ ઓર્ડર માટે નિર્ણાયક બની શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news