World Cup 2019: ICCને સચિન તેંડુલકરે આપ્યો રસપ્રદ જવાબ, રોહિતના શોટ સાથે થઈ હતી તુલના

આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માની એક સિક્સ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રવિવારે રોહિત શર્માએ 140 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. 

World Cup 2019: ICCને સચિન તેંડુલકરે આપ્યો રસપ્રદ જવાબ, રોહિતના શોટ સાથે થઈ હતી તુલના

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિત શર્માની એક સિક્સ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રવિવારે રોહિત શર્માએ 140 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલીના બોલ પર રોહિત શર્માએ જે સિક્સ મારી, તેની સિક્સે સચિન તેંડુલકરના 2003ના વિશ્વકપમાં શોએબ અખ્તરના બોલ પર ફટકારેલી સિક્સની યાદ તાજી કરાવી હતી. ત્યારબાદ આઈસીસીએ બંન્ને શોટ્સની તુલના કરતા વીડિયોને ટ્વીટર પર શેર કર્યો હતો. 

તેંડુલકરે પણ આઈસીસીને તેના પર શાનદાર જવાબ આપ્યો હતો. આઈસીસીએ વીડિયોને શેર કરતા લખ્યું, 'સચિન 2003માં કે રોહિત 2019માં કોણે શોટ સારી રીતે રમ્યો?' તેના પર તેંડુલકરે જવાબમાં લખ્યું, 'અમે બંન્ને ભારતમાંથી છીએ અને આ મામલામાં તો બંન્ને આમચી મુંબઈમાંથી છીએ. તો તેવામાં હેડ્સ આવ્યું તો મેચ જીત્યો અને ટેલ્સ આવે તો તમે હાર્યા. 

રોહિતને તેની શાનદાર ઈનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેંડુલકર પણ આ દરમિયાન માનચેસ્ટરમાં હાજર હતા અને કોમેન્ટ્રી પણ કરી રહ્યાં હતા. સચિને ટીમ ઈન્ડિયાની જીત બાદ ટ્વીટર પર ટીમને શુભેચ્છા આપી હતી. તમને જણાવી દઈએ કે વિશ્વકપમાં અત્યાર સુધી પાકિસ્તાન ક્યારેય ભારત સામે જીતી શક્યું નથી. વિશ્વ કપમાં પાકિસ્તાનની આ સાતમી હાર છે. ભારતે ડકવર્થ લુઇસના માધ્યમથી 89 રને વિજય મેળવ્યો હતો. 

— Sachin Tendulkar (@sachin_rt) June 16, 2019

ભારત ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે અને ચાર મેચોમાં ત્રણમાં જીત મેળવી તો એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ હતી. બીજીતરફ પાકિસ્તાન માટે સેમીફાઇનલની રાહ મુશ્કેલ બની ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news