)
IND vs PAK: ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ભવ્ય મેચ આજે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. એક તરફ ક્રિકેટ પ્રેમીઓ આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, તો બીજી તરફ પહેલગામ હુમલાથી દુઃખી થયેલા દેશભક્તો આ મેચનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સતત IND vs PAK મેચને બોયકોટ કરવા માટે કેમ્પેન ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ કેમ્પેન હવે ભારતીય ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ગયું છે અને ખેલાડીઓ તેનાથી ગભરાઈ ગયા છે.
ખેલાડીઓ સલાહ લેવા માટે કોચ પાસે પહોંચ્યા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર ખેલાડીઓએ પોતાને શાંત રાખવા અને સ્થિતિને વધુ સારી રીતે સંભાળવા માટે સલાહ લેવા માટે હેડ કોચ ગૌતમ ગંભીર અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યો સાથે પણ વાત પણ કરી. જો કે, ટીમના કેટલાક ખેલાડીઓ પહેલા પણ પાકિસ્તાન સામે રમી ચૂક્યા છે, પરંતુ ક્રિકેટ સ્ટેડિયમની બહાર થયેલી વાતચીતે તેમના માટે પણ સ્થિતિને અસાધારણ બનાવી દીધી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ અને ટીમના અન્ય ખેલાડીઓ રવિવારે બે કટ્ટર પ્રતિદ્વંદ્વી ટીમો વચ્ચે યોજાનાર હાઇ-પ્રોફાઇલ મેચ પહેલા જે કહેવામાં આવી રહ્યું છે તેનાથી 'સ્તબ્ધ' છે.
એશિયા કપ માટે એક યુવા ભારતીય ટીમ UAE ગઈ છે, આમાંથી થોડા જ ખેલાડીઓ આ પહેલા પાકિસ્તાન સામે રમી ચૂક્યા છે. આવી સ્થિતિમાં મેચ બોયકોટ કરવાના સમાચારોની અસર ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર અસર કરશે? ખેલાડીઓ આમાંથી પોતાને કેવી રીતે સંભાળી શકશે?
પ્રેસ કોન્ફરન્સમાં સહાયક કોચે શું કહ્યું?
મેચની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આદર્શ રીતે હેડ કોચ ગંભીર અથવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવું જોઈતું હતું. પરંતુ ડ્રેસિંગ રૂમમાં તણાવ ત્યારે સ્પષ્ટ થઈ ગયો જ્યારે મેનેજમેન્ટે શનિવારે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સહાયક કોચ રાયન ટેન ડોએશેટને મોકલવાનો નિર્ણય લીધો. જ્યારે ટેન ડોએશેટને પૂછવામાં આવ્યું કે, શું ખેલાડીઓ મેચ માટે મેદાન પર પોતાની લાગણીઓ દર્શાવશે, ત્યારે તેમણે કહ્યું કે, "હા, મને લાગે છે કે તેઓ એવું જ કરશે."
તેમણે વધુમાં કહ્યું કે, "આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. મને આમાં કોઈ શંકા નથી કે ખેલાડીઓ ભારતીય જનતાના મોટા ભાગની સહાનુભૂતિે અને લાગણીઓ શેર કરે છે. એશિયા કપ લાંબા સમયથી અટવાયેલો હતો, અને અમે ફક્ત રાહ જોઈ રહ્યા હતા. એક સમયે અમને લાગતું ન હતું કે અમે ત્યાં પહોંચી શકીશું. પરંતુ સ્વાભાવિક રીતે તમે જાણો છો કે સરકારનું વલણ શું છે."