IND vs PAK: પાકિસ્તાન સામે હારના કારણ, આ પાંચ ખેલાડી સાબિત થયા વિલન

બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની અડધી સદી અને શાહીન આફ્રિદીની ત્રણ વિકેટની મદદથી પાકિસ્તાને આઈસીસી ટી20 વિશ્વકપના મુકાબલામાં ભારતને 10 વિકેટે પરાજય આપ્યો છે. 

IND vs PAK: પાકિસ્તાન સામે હારના કારણ, આ પાંચ ખેલાડી સાબિત થયા વિલન

દુબઈઃ વિશ્વકપમાં ક્યારેય ભારત સામે ન જીતવાનું મિથક આજે પાકિસ્તાન ટીમે તોડી દીધુ છે. પહેલા બોલિંગમાં શાહીન શાહ આફ્રિદી અને ત્યારબાદ બેટિંગમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને દમદાર બેટિંગ કરીને પાકિસ્તાનને 10 વિકેટે જીત અપાવી હતી. આ જીત સાથે પાકિસ્તાનની ટીમ 50 ઓવર અને 20 ઓવરના વિશ્વકપમાં ભારતને પ્રથમવાર હરાવવામાં સફળ રહી છે. ભારતની હારના કેટલાક કારણો રહ્યાં. આ પાંચ ખેલાડી આજે હારના વિલન સાબિત થયા છે. 

ભારતની હારના પાંચ વિલન
1. બંને ઓપનર

કોઈપણ મેચમાં ટીમને સારી શરૂઆત અપાવવાની જવાબદારી ઓપનરોની હોય છે. પરંતુ ભાતે માત્ર 6 રનના સ્કોર પર બે વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા તો ગોલ્ડન ડક થયો હતો. તો રાહુલ 8 બોલમાં માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. 

2. સૂર્યકુમાર યાદવ
યુવા બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પાસે ટીમને ઘણી આશા હતી. આજે સૂર્યકુમાર યાદવ પાસે ટીમને મોટા સ્કોર તરફ લઈ જવાની જવાબદારી હતી. પરંતુ તે પણ માત્ર 11 રન બનાવી હસન અલીની ઓવરમાં આઉટ થઈ ગયો હતો. 

3. વિરાટ કોહલીની ધીમી બેટિંગ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ભલે આજે અડધી સદી ફટકારતા 57 રન બનાવ્યા હોય, પરંતુ વિરાટે 49 બોલનો સામનો કર્યો હતો. વિરાટ કોહલીએ ધીમી બેટિંગ કરી હતી. તેની સ્ટ્રાઇક રેટ માત્ર 116.33ની રહી હતી. આમ કોહલીની ધીમી બેટિંગ પણ ભારતને ભારે પડી હતી. 

4. મોહમ્મદ શમી
ભારતના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું ફોર્મ પણ આજે ખરાબ જોવા મળ્યું હતું. શમીની ઓવરમાં બાબર અને રિઝવાને શાનદાર શોટ્સ ફટકાર્યા હતા. શમીએ 3.5 ઓવરમાં 43 રન આપી દીધા હતા. 

5. ભારતના સ્પિનરોનું ખરાબ પ્રદર્શન
ભારત આજે રવિન્દ્ર જાડેજા અને વરૂણ ચક્રવર્તી બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યું હતું. વરૂણ ચક્રવર્તીને મિસ્ટ્રી બોલર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ જાડેજા અને ચક્રવર્તી એકપણ વિકેટ ઝડપી શક્યા નહીં. જાડેજાએ 4 ઓવરમાં 28 અને ચક્રવર્તીએ 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news